તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
જામનગર ફલ્લાના ઢોલી મુકેશ મકવાણાની રાજકોટના પોપટપરામાં ધોકાથી ધોલધપાટ
ગાંધીગ્રામમાં ઢોલ વગાડવા આવ્યો હોઇ ત્યાંથી મહિલા મિત્રને મળવા જતાં તેણીના સગા તૂટી પડયાનું કથનઃ ખરેખર શું બન્યું? તેની પોલીસ તપાસ

રાજકોટ તા. ૩: જામનગરના ફલ્લા ગામે રહેતાં અને ઢોલ વગાડી ગુજરાન ચલાવતાં ઢોલી યુવાન મુકેશ માવજીભાઇ મકવાણા (ઉ.વ.૨૪) નામના યુવાનને રાજકોટના પોપટપરામાં તેની મહિલા મિત્રના પુત્ર સહિતે પ્લાસ્ટીકના ધોકાથી હુમલો કરી બેફામ માર મારતાં હાથમાં ગીંભર ઇજા થતાં સારવાર માટે દાખલ કરાયો છે.
મુકેશ મવકાણા ચાર ભાઇમાં મોટો છે અને સફાઇ કામ કરવાની સાથે સાથે ઢોલ વગાડવાનું કામ કરે છે. મુકેશે જણાવ્યું હતું કે અગાઉ પોતે રાજકોટ એક માઠા પ્રસંગે આવ્યો ત્યારે એક પરિણીતા સાથે ઓળખાણ થઇ હોઇ બંને ફોન પર વાત કરતાં હતાં. સોમવારે તે રાજકોટ હોળીના તહેવાર નિમીતે ઢોલ વગાડવા ગાંધીગ્રામમાં આવ્યો હતો. આ વખતે મહિલા મિત્રએ ફોન કરતાં પોતે પોપટપરામાં તેણીને મળવા ગયો તે વખતે મહિલાના સગા સંબંધી સહિતના આવી જતાં મારકુટ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:18 PM IST)










