તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd March 2026
કાલે સદ્દગુરૂ આશ્રમે ફૂલડોલ ઉત્સવ

રાજકોટઃ પ.પૂ. શ્રી રણછોડદાસબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ) રાજકોટ દ્વારા ધુળેટી નિમિતે તા.૪, બુધવારના સવારે ૧૦ થી ૧ર સુધી ફુલડોલ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં ફુલડોલ ઉત્સવમાં સાથે રસીયા ગાન સાથે ઉજવવામાં આવનાર છે.
આ ફુલડોલ ઉત્સવમાં સવારે ૧૦ વાગ્યે લાલાનું સુક્ષ્મ પુજન તથા રાસ લેવામાં આવશે. ફુલોના શણગાર સાથે ફુલો ઉડાડી આ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ધર્મપ્રેમીજનોઍ લાભ લેવા અનુરોધ કરાયો છે. (૩પ-૭)
(3:56 PM IST)










