News of Tuesday, 3rd March 2026
રેલવે મુસાફરો માટે ખુશખબરઃ રાજકોટ ડિવિઝન હવે ‘સેવા સંકલ્પ' સાથે બનશે વધુ હાઈટેક અને સંવેદનશીલ
ભારતીય રેલવેના ‘નાગરિક દેવો ભવ'ના મંત્રને સાર્થક કરવા રાજકોટ રેલવે ડિવિઝન સજ્જઃ મુસાફરોની સુવિધા, સુરક્ષા અને વહીવટી પારદર્શિતામાં આમૂલ પરિવર્તન લાવવા માટે DRM ગિરિરાજકુમાર મીનાની અધ્યક્ષતામાં યોજાઈ હાઈ-લેવલ બેઠક

રાજકોટ, તા. ૩ : ભારતીય રેલવે દ્વારા નાગરિક-કેન્દ્રીત, પ્રતિભાવશીલ અને સંવેદનશીલ વહીવટને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વીકારવામાં આવેલા ૅસેવા સંકલ્પ પ્રસ્તાવૅ ના અસરકારક અમલીકરણની દિશામાં પヘમિ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ડિવિઝનલ રેલવે મેનેજરની કચેરી, રાજકોટ સ્થિત કોન્ફરન્સ હોલમાં એક મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજકુમાર મીનાએ કરી હતી. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબે સહિત ડિવિઝનના તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સેવા સંકલ્પ પ્રસ્તાવનું વિધિવત વાંચન કરવામાં આવ્યું હતું અને તેના ઉદ્દેશ્યો, કાર્યસંસ્કળતિમાં અપેક્ષિત હકારાત્મક પરિવર્તન અને પ્રાદેશિક સ્તરે તેના અસરકારક અમલીકરણના ઉપાયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ સેવા ભાવના, પારદર્શિતા, જવાબદારી અને જનહિતને વહીવટી કાર્યપ્રણાલીનો મૂળ આધાર બનાવવા પર ખાસ ભાર મૂકયો હતો. પોતાના અધ્યક્ષીય સંબોધનમાં ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજકુમાર મીનાએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે માત્ર પરિવહન સેવા નથી, પરંતુ દેશના કરોડો નાગરિકોના દૈનિક જીવન સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ જાહેર વ્યવસ્થા છે. મુસાફરો અને સામાન્ય નાગરિકોને પૂરી પાડવામાં આવતી સેવાઓને વધુ અસરકારક, સમયબદ્ધ, સંવેદનશીલ અને પરિણામલક્ષી બનાવવી એ દરેક રેલવે અધિકારી અને કર્મચારીની પ્રાથમિક જવાબદારી છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને દૈનિક કાર્યપ્રણાલીમાં સેવા સંકલ્પની ભાવનાને આત્મસાત કરીને ઉત્કળષ્ટ અને જનલક્ષી સેવાઓ પૂરી પાડવા આહવાન કર્યું હતું બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ રેલવે દ્વારા પૂરી પાડવામાં આવતી મુસાફર સુવિધાઓ અને વહીવટી સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને જનહિતકારી બનાવવાનો સામૂહિક સંકલ્પ લીધો હતો. સાથે જ ૅનાગરિક દેવો ભવૅ ની ભાવનાને અનુરૂપ સેવા-લક્ષી કાર્યસંસ્કળતિ અપનાવી રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
રાજકોટ ડિવિઝનલ હેડક્વાર્ટરની સાથે ડિવિઝનના તમામ મુખ્ય રેલવે સ્ટેશનો અને વિવિધ એકમોમાં પણ આ કાર્યક્રમનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓએ સેવા સંકલ્પનું સામૂહિક વાંચન કરીને જનસેવા, પારદર્શિતા અને જવાબદારીને સર્વોચ્ચ અગ્રતા આપવાનો સંકલ્પ દોહરાવ્યો હતો.આ પહેલ રાજકોટ ડિવિઝનમાં ઉત્કળષ્ટ વહીવટી કાર્યપ્રણાલીને મજબૂત કરવા, ગુણવત્તાયુક્ત મુસાફર સેવાઓને પ્રોત્સાહન આપવા અને વિકસિત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને ગતિ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
(2:05 PM IST)










