News of Tuesday, 3rd March 2026
ફ્રેન્ડશીપ કરી, લગ્નની લાલચ દીધી, હોટેલમાં દેહ પીંખ્યો પછી કહ્યું-તારો ઉપયોગ કરવો'તો, તારા જેવી ચાર-પાંચ છે!
છુટાછેડા લઇ ચુકેલી મહિલાને સ્નેપચેટથી મિત્ર બનાવી પોતે પણ છુટાછેડા લઇ ચુક્યો છે લગ્ન કરવા માંગે છે કહી વાત કરવાના બહાને બોલાવી હોટેલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધી ફોટા પણ પાડી લીધા : ત્યકતાને સાથે રાજકોટના શ્યામ માકડીયાનું દૂષ્કર્મઃ મહિલાએ ફોટા ડિલીટ કરવાનું કહેતાં કહ્યું-કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી દઇશઃ રાતના સમયે બસ સ્ટેશને ઉતારી ભાગી ગયોઃ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી

રાજકોટ તા. ૩: સોશિયલ મિડીયાથી ત્યકતાને ફસાવી દૂષ્કર્મ આચરી તરછોડી દેવામાં આવ્યાની વધુ એક ઘટના પોલીસ ચોપડે ચડી છે. ભાવનગરની પંથકની એક ત્યકતા મહિલાને સ્નેપચેટથી પહેલા ફ્રેન્ડ બનાવી વાતો કરી બાદમાં વ્હોટ્સએપમાં પોતાના ફોટા મોકલી ત્યક્તાના ફોટા મંગાવી તમે મને બહુ ગમો છો, લગ્ન કરવા છે કહી તેણીને લગ્નની વાત કરવાના બહાને રાજકોટ બોલાવી હોટલમાં દુષ્કર્મ ગુજારી લીધા બાદ હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા, તારો ઉપયોગ જ કરવો હતો, તારા જેવી મારી પાસે ચાર-પાંચ છે કહી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી રાજકોટના શ્યામ અમિતભાઇ માકડીયા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહિલાએ ફયિરાદમાં જણાવ્યું છે કે મારા લગ્ બાદ પતિ સાથે મનમેળ ન થતાં અમે ૨૦૨૪માં છુટાછેડા લીધા બાદ હું મારા માવતરે રહુ છું. હું સ્નેપચેટ વાપરતી હોઉ બે મહિના પહેલા શ્યામ માકઢડીયાનો આ માધ્યમથી સંપર્ક થતાં અમારી વચ્ચે મિત્રતા થઇ હતી. અઠવાડીયુ વાત કરી હતી અને બાદ એક બીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી.
આ પછી શ્યામે મારી સાથે વ્હોટ્સએપમાં વાત ચાલુ કરી હતી. શ્યામે કહ્યું હતું કે હું મારા માતા-પિતાનો એકનો એક દિકરો છું અને રાજકોટ રહી કંપનીમાં નોકરી કરુ છું. મારા લગ્ન બાદ છુટાછેડા થઇ ગયા છે. આ વાત કરી તેણે મને તેના ફોટા મોકલ્યા હતાં. જેથી મેં પણ મારા ફોટા મોકલતાં તેણે કહેલું કે તમે મને બહુ જ ગમો છો, તમે મને મળવા રાજકોટ આવશો? તેમ પુછતાં મેં વિચારીને કહીશ તેવુ કહ્યા બાદ વ્હો્ટસએપ કોલ, મેસેજથી વાત કરતાં હતાં. તેણે મારી સાથે લન કરવાની વાત પણ કરી હતી. જેથી વાત કરવા ૧૨/૧૨/૨૫ના રોજ હું રાજકોટ આવી હતી.
ત્યારબાદ શ્યામ ં મને પોતાની કારમાં બેસાડી જામનગર રોડ પતરફ લઇ ગયો હતો. ત્યાં નાસ્તો કરાવી પછી કાર બહાર ઉભા રહી ફોટા પાડયા હતાં. આ રોડ જામનગર રોડ હોવાનું શ્યામે મને કહ્યું હતું. બાદ તેણે કહેલુ કે લગ્નની વાત કરવા માટે મે હોટેલમાં આપણો રૂમ બૂક કરાવ્યો છે, ત્યાં જઇ વાત કરશું. તેમ કહી તે મને કાલાવડ રોડ પરની હોટેલમાં લઈ ગયો હતો. જ્યાં મારુ આઇડી પ્રુફ પણ તેણે માંગ્યું હતું. એ પછી રૂમમાં તેણે લગ્ન કરવાનું વચન આપી મારી સાથે બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન મારા ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા. જ્યારે મેં ફોટા પાડવા બાબતે વિરોધ કર્યો, ત્યારે શ્યામે આપણે લગ્ન કરવાના જ છીએ કહી મને શાંત પાડી દીધી હતી.
ત્યારબાદ શ્યામે કહેલું કે મારે સવારે નોકરી પર જવાનું છે. આમ કહી તે મને મુકીને જતો રહ્યો હતો અને હું હોટેલ ખાતે સુઇ ગઇ હતી. સવારે નવેક વાગ્યે જાગીને બહાર રોડ પર આવી રિક્ષામાં બેસી મારા શહેર ભાવનગર જવું હોઇ રિક્ષાવાળાને જ્યાંથી વાહન મળે ત્યાં ઉતારી દેવાનું કહેતાં તે મને કોઇ ચોકડીએ ઉતારી ગયો હતો. ત્યાંથી હું બસમાં બેસી મારા ઘરે પહોંચી હતી. આ પછી મેં શ્યામને ફોન કરી કહેલું કે મને રાતે હોટેલમાં એકલી મુકી ક્યાં ગયા હતાં? આથી તેણે નોકરીએ જવાનું હોઇ તેવી વાત કરી હતી. આ પછી ફરીથી ૧૭/૧૨ના રોજ પણ લગ્નની વાતના બહાને મને બોલાવતાં હું રાજકોટ બસ સ્ટેશન પાસેઅ ાવી હતી. અહિથી તે કારમાં બેસાડી રેસકોર્ષ પાસે નાસ્તો કરવા લઇ ગયો હતો.
બાદમાં ગાડીમાં બેસતાં મને કિસ કરી લીધી હતી. મેં તેને લગ્નનું શું કરવાનું છે? તેમ પુછતાં તેણે કહેલું કે હું તારી સાથે લગ્ન નહિ કરી શકું. મેં તેને શું વાંધો છે? તેમ પુછતાં કહેલું કે મારી પાસે તારા જેવી ચાર-પાંચ છે, મારે તારો ઉપયોગ કરવો હતો જે મેં કરી લીધો છે. જેથી મેં તેને મોબાઇલમાં મારા ન્યુડ ફોટા છે તે ડિલીટ કરવાનું કહેતાં તેણે ફોટા મારા ફોનમાં જ છે, પણ તું કોઇને વાત કરીશ તો ફોટા વાયરલ કરી નાખીશ. તારો કોઇ ભાવ પણ પુછશે નહિ તેમ કહી ફરી રાતે સાડા અગીયારે મને બસ સ્૭ેશન પાસે ઉતારી જતો રહ્યો હતો. અહિ રાતની કોઇ બસ ન હોઇ હું હોટેલ બૂક કરી રાત રોકાઇ હતી. બીજા દિવસે શ્યામને વ્હો્ટ્સએપ કોલ કરતાં તેણે જવાબ આપ્યો નહોતો. મારી સાથે લગ્નના નામે ખોટુ બોલી શ્યામે શોષણ કર્યુ હોઇ અંતે મારા સ્વજનને વાત કરતાં તેમણે ફરિયાદ કરવાનું કહેતાં મેં પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભોગ બનનારે કહેતાં પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં એફઆઇઆર નોંધાઇ હતી. એએઅસાઇ દિપકભાઇ પંડીતે ગુનો દાખલ કરતાં આગળની તપાસ પીએસઆઇ કે. એચ. કારેણાએ હાથ ધરી છે.
(2:05 PM IST)










