<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

પેટ્રોલ પુરાવવા જતી વખતે અકસ્‍માતમાં નાના માંડવા ગામના પ્રાગજીભાઇ પડાળીયાનું મોત

આટકોટ-ગોંડલ હાઇવે પર કારના ચાલકે ઠોકરે લીધાઃ વૃધ્‍ધે રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૩: ગોંડલ નજીક આટકોટ-ગોંડલ હાઇવે પર ઇશ્વરીયાના પાટીયા પાસે કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક આટકોટના નાના માંડવા ગામના પ્રાગજીભાઇ ધનજીભાઇ પડાળીયા (ઉ.વ.૬૮)નું ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર પ્રાગજીભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. સગાના કહેવા મુજબ ગત બપોરે પ્રાગજીભાઇ પોતાના ગામમાંથી હાઇવે પરના પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવવા ટુવ્‍હીલર લઇને જઇ રહ્યા હતાં ત્‍યારે કારના ચાલકે ઠોકરે ચડાવ્‍યા હતાં. અકસ્‍માત સર્જી કાર મુકીને ચાલક ભાગી ગયો હતો.

ગોંડલ ખાનગી હોસ્‍પિટલમાં, બાદ રાજકોટ ખાનગીમાં સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આટકોટ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. 

(2:06 PM IST)