<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

આજે રાજકોટના ઓછું બોલી વધુ કામ કરનાર પોલીસ કમિશનર બ્રજેશ ઝા નો જન્‍મદિવસ

રાજકોટના ઇતિહાસના સહુથી પડકારરૂપ જંગલેશ્વરનુ ઐતિહાસિક ડિમોલેશન આ સિનિયર IPS ના કુશળ નેતૃત્‍વને કારણે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ : પોલીસ આધુનિકરણની જવાબદારી હોય કે જૂનાગઢ રેન્‍જ કે પછી પંચમહાલ જેવી પડકારજનક જવાબદારી, રાજ્‍ય સરકારની કસોટીમાં ફુલ્લી પાસ થયા છે

રાજકોટ તા. ૩:  આજે રાજકોટના નિર્વિવાદી અને ઓછું બોલી વધુ કામ કરવા માટે જાણીતા પોલસ કમિશનર બ્રજેશ ઝાનો જન્‍મ દિવસ છે, પૂર્વ સંધ્‍યાથી જ એડિશનલ ડીજીપી લેવલના આ સિનિયર IPS પર અભિનંદન વર્ષા અવિરત ચાલુ છે( મોબાઇલ નંબર 99784 06298)

B.SC કેમેસ્‍ટ્રી (honers) સાથે સાયન્‍સ વિષયમાં ડિગ્રી મેળવનાર મૂળ ઝારખંડના વતની  એવા 1999 બેચના આ IPS દ્વારા M SC જેવી માસ્‍ટર ડિગ્રી મેળવી ઇન્‍ડિયન પોલીસ સર્વિસ પસંદ કરેલ. તેઓએ પોલીસ આધુનિકરણ વિભાગ, હોમ ડિપાર્ટમેટ જેવા વિભાગો સાથે જુનાગઢ રેન્‍જ વડા અને પંચમહાલની પરિસ્‍થિતિ કંટ્રોલ કરવા રેન્‍જ વડા તરીકે રાજ્‍ય સરકારે મૂકેલ જેમા ફુલ્લી પાસ થયેલ.  અમદાવાદમાં કાયદો વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવા અને સેક્‍ટર વનની મજબૂત વધુ મજબૂત બને તે માટે તેમને નેતળત્‍વ અપાયેલ. તાજેતરમાં ગુજરાતના મોટા ડિમિલેશન પૈકીના એક અને રાજકોટના ઇતિહાસના સહુથી મોટા પડકારરૂપ જંગલેશ્વર જેવા વિસ્‍તારનું વિશાળ ડિમોલેશન તેમના કુશળ નેતળત્‍વ અને ખૂબ ઠંડા કલેજે કાર્ય કરવાની રણનીતિ અંતર્ગત ખૂબ શાંતિથી પાર પડેલ જે બદલ હર્ષભાઈ સંઘવી અને રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા ડો.કે એલ એન રાવે જાહેરમાં નોંધ લેવા સાથે બિરદાવેલ

(2:08 PM IST)