<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

શહેર ભાજપ પ્રમુખોની પાંખો પ્રદેશ ભાજપે કાપી નાખી ?

સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી-પ્રદેશ મહામંત્રી અનિરુધ્‍ધ દવેને રાજકોટનું સૂકાન સોંપ્‍યું : ગુજરાતના ચારેય મોટા શહેરોની કમાન ચારેય મહામંત્રીઓને સોંપીઃ ભાજપના ઈતિહાસમાં પ્રથમ વખત અભૂતપૂર્વ ઘટના

 

રાજકોટઃ રાજ્‍યના દરેક જિલ્લા અને શહેરો માટે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી જગદીશ વિશ્‍વકર્માએ ભાજપ પ્રભારીઓની નિમણૂંક કરી ચૂંટણીની તૈયારીઓનું બ્‍યુગલ ફૂંકી દીધું છે.

ત્‍યારે સૌથી ધ્‍યાન દોરનારી અને અચંબીત કરી દયે તેવી વાત એ છે કે રાજ્‍યના ૪ ઝોનના ૪ મહામંત્રીઓને ૪ મેગા સીટી રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદના પ્રભારી બનાવવામાં આવ્‍યા છે. આ ભાજપના ઈતિહાસમાં અચંબિત કરે તેવી ઘટના છે. આ સાથે જ આ ચારેય શહેરના ભાજપ પ્રમુખોની મનમાની ઉપર સીધી રોક લગાવી દીધી છે. જેને સંગઠનની દ્રષ્‍ટિએ ખૂબ સારો નિર્ણય ગણાવાઈ રહ્યો છે.

હવે પ્રદેશ મહામંત્રી જ સીધા પ્રભારી બનતા ચાર મેગા ધા.સીટીમાં જે સખળવખળ થઈ રહ્યું છે તેના ઉપર આપો આપ લગામ આવી ગઈ છે.

ખાસ કરીને રાજકોટની વાત ચર્ચાય છે તે મુજબ હાલમાં મદોશી, બોઘરા, ઠાકર, આ ત્રિપુટીની ભયંકર મનમાનીની ભરપૂર ફરિયાદો ઉપર સુધી પહોંચી છે અને નવા પ્રમુખ ઉપર પણ આ ત્રિપુટી હાવી થઈ ગયાનું જાણીતું છે. ત્‍યારે વધુ સખળવખળ ટાળવા પ્રદેશ ભાજપના મોવડીઓનો આ નિર્ણય ચંૂટણી પૂર્વે સમયોચિત મનાય છે.

હવે આ ચાર મેગા સીટીમાં પ્રદેશ હાઈકમાન્‍ડ કોઈના પ્રભાવમાં નહિં રહે. પ્રમુખોને પણ કાંઈ પણ નિર્ણયો-કામ કરાવવા હશે તો આ પ્રભારીઓ પાસે જવું જ પડે અને કોઈ મનમાની થઈ શકે નહિ તેવી કાળજી લેવાયાનું ચિત્ર ઉપસે છે. અત્‍યારે પણ આ ત્રિપુટી ઉપર મનમાની કરાવાઈ રહ્યાના અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેવી પ્રવૃતિઓથી વાજ આવ્‍યા નથી તે પણ ચર્ચામાં છે.

ભાજપના ઈતિહાસમાં પ્રદેશ મહામંત્રીઓને મુખ્‍ય શહેરોના પ્રભારી બનાવવાનો કદાચ આ નવો યુગ શરૂ થયો છે.

કચ્‍છના વતની અને પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂધ્‍ધ દવે સૌરાષ્‍ટ્ર ઝોનના પ્રભારી છે તેમને રાજકોટ સોંપ્‍યું છે.

દક્ષિણ ગુજરાતના પ્રભારી, મહામંત્રી અને સેન્‍ટ્રલ ભાજપ કાર્યાલય (હેડ ક્‍વાટર) ઈન્‍ચાર્જ શ્રી પ્રશાંત કોરાટને સુરત સોંપ્‍યું છે.

ઉત્તર ગુજરાતના પ્રભારી અને મહામંત્રી શ્રી હિતેન્‍દ્રસિંહ ચૌહાણને વડોદરા જિલ્લો સોંપ્‍યો છે. તો મધ્‍ય ગુજરાતના પ્રભારી અને પ્રદેશ મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટને અમદાવાદ સોંપ્‍યું છે.

આમ ગુજરાતના રાજકોટ સહિત સખળવખળ વાળા ચારેય શહેરોમાં પ્રદેશ ભાજપ ટીમનો સીધો હસ્‍તક્ષેપ રહેશો અને બધું પ્રદેશના હાથમાં જ રહેશે. તેવો ઘાટ ઘડાયો છે.(૪૦.૨૯)

(2:19 PM IST)