<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

બજરંગ ગ્રુપ દ્વારા રવિવારે દ્વિતિય પરિચય પસંદગી મેળો

રઘુવંશી સમાજના એક હજાર યુવક-યુવતીઓ ભાગ લેશેઃ તમામને ભેટ અપાશે : લક્કી ડ્રો

રાજકોટ : બજરંગ ગ્રુપ-રાજકોટ દ્વારા બીજા પસંદગી પરિચય મેળાનું ૮મી માર્ચને રવિવારે બપોરે બે વાગ્‍યાથી સરસ્‍વતી શિશુ મંદિર (મારૂતિનગર-૧,એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ નજીક, રાજકોટ)ખાતે કરવામાં આવેલ છે. ૧૯૯૦ થી ૨૦૦૫ સુધીની બર્થ ડેઇટ ધરાવતા રઘુવંશી સમાજના યુવક-યુવતીઓ માટે દ્રીતીય પરિચય પસંદગી મેળામાં ભાગ લેનાર તમામ યુવક - યુવતીને સંસ્‍થા તરફથી એક ગીફટ આપવામાં આવશે. યુવક-યુવતી ઉમેદવારી રજીસ્‍ટ્રેશન કરાવનારને ડ્રો કરી એક વિશેષ આકર્ષક ભેટ આપવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયું છે. જેમાં એક હજાર યુવક -યુવતીઓ ભાગ લેશે.

આ પરિચય પસંદગી મેળામાં જરૂરી એન્‍ટ્રીઓ પૂર્ણ થઇ હોય શક્‍ય હશે તો પોસ્‍ટ એન્‍ટ્રી સ્‍વીકારવામાં આવશે. તેના માટે સ્‍થળ ઉપર હાજર રહેવું જરૂરી છે. એક ઉમેદવાર સાથે બે વાલીઓને એન્‍ટ્રી આપવામાં આવશે. તેમ જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનિય છે કે બજરંગ ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષથી ગરેડીયા કુવા રોડ ઉપર હનુમાનજીની ડેરી સામે વેવિશાળ માહિતી કેન્‍દ્ર દર રવિવારે બપોરના ૪:૩૦ થી ૬:૩૦ કાર્યરત હોવાનું અને બાયોડેટા, સાથે બે પાસપોર્ટ ફોટો સાથે રજીસ્‍ટ્રેશન કરાવી શકાય છે.

આયોજનમાં વેવિશાળ માહિતી કેન્‍દ્રશ સંસ્‍થાના સ્‍થાપક કિશોરભાઇ કારિયા, પ્રમુખ હસુભાઇ ગણાત્રા અને પ્રોજેકટ ડાયરેક્‍ટ જતીનભાઇ ભીંડોરા, સંજયભાઇ ઠકરાર, દીપકભાઇ ઠકરાર, જયંતભાઇ બુધ્‍ધદેવ, બટુકભાઇ રાચ્‍છ, ચંદ્રેશભાઇ ગણાત્રા, પ્રવીણભાઇ વિઠલાણી, પરેશભાઇ સેજપાલ,વિનુભાઇ બુધ્‍ધદેવ, પ્રવીણભાઇ સોમેયા, દિનેશભાઇ તન્ના, મેહુલભાઇ ખંડેરિયા, પંકજભાઇ કારિયા, પંકજભાઇ ચગ, મહેશભાઇ કોટક, પંકજભાઇ જોબનપુત્રા, મહેશભાઇ રાજા, વસંતભાઇ બુધ્‍ધદેવ વ્‍યવસ્‍થા તંત્રમાં વાહિદ મારફાણી તથા હર્ષ માત્રાવડીયા, હર્ષાબેન ક્કકડ, મીનાબેન છાગાણી, નૈરુતીબેન ક્કકડ, અલ્‍કાબેન ખગ્રામ, જાગૃતિબેન ભટ્ટ, અનિતાબેન કેશરીયા જહેમત ઉઠાવી રહ્યાં છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:45 PM IST)