તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 3rd March 2026
આઇસીએઆઇ રાજકોટ બ્રાન્ચ ખાતે નવા હોદેદારોનો પદગ્રહણ સમારોહ

રાજકોટ : ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાન્ટન્ટસ ઓફ ઇન્ડિયાની રાજકોટ બાન્ય ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટે મેનેજિંગ કમિટીના નવા હોદેદારોનો પદ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સીએ મૌલિક બગડાઈ - ચેરમેન, સીએ પવલ દોશી - વાઈસ ચેરમેન તથા વીકાસા ચેરમેન, સીએ જયેશ ધનેજા - સેક્રેટરી, સીએ હિરેન રાયચુરા - ટ્રેઝરર, સીએ રાજ મારવાણીયા - ઇમિડીયેટ પાસ્ટ ચેરમેન, સીએ વિપુલ દત્તાણી - કમિટી મેમ્બર તેમજ સીએ બાદલ સોનપાલ - કમિટી મેમ્બર તરીકે નિયુક્ત થયા હતા. આ સમારોહમાં બહોળા પ્રમાણમાં મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા વર્ષ દરમિયાન સભ્યો તથા વિદ્યાર્થીઓ માટે સમયોચિત સેમિનાર, વર્કશોપ, કોશલ્ય વિકાસ કાર્યક્રમો અને કરિયર માર્ગદર્શન શિબિરોનું વ્યાપક આયોજન કરવામાં આવશે. રાજકોટ બ્રાન્ચને વ્યાવસાયિક ઉત્કળષ્ટતા, પારદર્શિતા અને નવીન કાર્યપદ્ધતિ દ્વારા વધુ સશક્ત બનાવવાની દિશામાં દ્રઢ નિヘય વ્યકત કરાયો હતો.
(2:54 PM IST)










