તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 3rd March 2026
પુસ્તક પરબનો પ૪ મો મણકો

દીકરાનું ઘર વળદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યિક પ્રવળતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ દ્વારા વાંચન જાગળતિ અભિયાન અંતર્ગત વાંચન પ્રવળતિને વેગ મળે, શહેરીજનો વાંચતા થાય તે માટે રસિકભાઈ મહેતા પુસ્તક પરબનો પરબનો ૫૪ મો મણકો રવિવારના કાલાવડ રોડ પર આવેલ કોટેચા ગર્લ્સ સ્કૂલમાં વાંચકો, ભાવકો, સર્જકો તેમજ પ્રબુધ્ધ નાગરિકોના બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ખુબજ ઉમળકાભેર સંપન્ન થયેલ - જેમાં ભારત વિકાસ પરિષદના સાહિત્યમર્મી આર.પી. જોશી, પત્રકાર અનિલ દાસાણી,કવિ સંજુ વાળા, મહેન્દ્ર જોશી, હર્ષદ દવે, નગીનભાઈ દવે, અંબાલાલ ખાનપરા, નટવર આહલપરા, નરેશ સોલંકી, પ્રકાશ હાથી, કવયિત્રી વીણા વેકરીયા, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, નરેન્દ્રભાઇ આશર, ભરતભાઈ સુરેલીયા, ભરતભાઈ અંજારિયા, ડો.ભાવેશભાઈ આચાર્ય, મહેન્દ્રભાઈ પરમાર, કે.સી. પંડ્યા સહિતના સ્વજનો પુસ્તક પરબની મુલાકાતે પધારેલ અને પ્રવળતિને બિરદાવેલ. સમગ્ર પુસ્તક પરબના આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દત્તા, ઉપમન્યુ રાવલ, દિનેશભાઈ ગોવાણી, દીપકભાઈ ત્રિવેદી, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ. જીતુભાઈ હરખાણી, અનિલ ધોળકીયા, મહેશ પરમાર સહિતના કાર્યકર્તાઓ કાર્યરત રહેલ. પુસ્તક પરબ અંગે વિશેષ માહિતી સંયોજક અનુપમ દોશી મો. ૯૪૨૮૨૩૩૭૯૬ નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
(4:01 PM IST)










