News of Tuesday, 3rd March 2026
રૈયા ગામથી સ્માર્ટ સીટી સુધીના રોડને ડેવલોપ કરાશે
૧૩૬ કરોડના ખર્ચે વેસ્ટ ઝોનના રોડ-રસ્તા ટકાટક બનશે મનપાની અંતિમ સ્ટેન્ડીંગ બેઠકમાં શહેરમાં સુવિધા વધારવા દરખાસ્ત : કોસ્મોપ્લેક્ષથી નવા રીંગ રોડને જોડતો ડી.પી. રોડ બનાવાશે

રાજકોટ, તા.૩: શહેરમાં વિકાસનો વ્યાપ વધાવરા ગુરૂવારની સ્ટેન્ડીંગમાં વિવિધ દરખાસ્તો આવી છે. જેમાં વોર્ડમાં ડીઝાઇન રોડ, કાર્પેટ, રિકાર્પેટ, ડી.પી. રોડ ડેવલપ કરવાના કામનો મંજુરી અર્થે સ્ટેન્ડીંગ મુકવામાં આવનાર છે.
વેસ્ટ ઝોન
મહાનગરપાલિકા - વેસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં-૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં વિસ્તારોનાં ડીઝાઇન રોડ તથા કાર્પેટ/રી-કાર્પેટનાંવિકાસ કામો માટે કેન્દ્ર સરકારશ્રીની ગ્રાંટ, રાજય સરકારશ્રીની ગ્રાંટ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની બજેટ જોગવાઇ અનુસારનાં કામો સમયસર પૂર્ણ થઇ શકે, તે માટે બે વર્ષ માટે એન્યુઅલ રેઇટ કોન્ટ્રાકટ મુજબનું ટેન્ડર પ્રસિધ્ધ કરવા નકકી કરવામાં આવેલ.
આ કામ ેબે વર્ષ માટે કુલ રૂા.૧,૨૭,૧૪,૦૮,૧૫૩/-તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૧,૫૦,૨૭,૦૦,૦૦૦/- મુજબનું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે બે વર્ષ માં અંદાજે ૩,૭૦,૧૩૮ ચોરસ મીટરનાં ડીઝાઇન રોડ બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. ઉકત કામેએક વર્ષ માટે રૂા.૭૫,૧૩,૫૦,૦૦૦/- રકમ માટે આઇટમ રેઇટ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ.
મહાનગરપાલિકાના વોર્ડ નં.-૯માં ટી.પી.સ્કીમ નં.-૧૮ (મુંજકા), કોસ્મોપ્લેક્ષ પાસેથી ૧૫૦ ફુટ રીંગ રોડને જોડતા ૧૮.૦૦ મી. રોડ ડેવલપ કરવાનાં કામે કુલ રૂા.૨,૮૬,૦૨,૫૪૬/- તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૩,૪૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા ત્રણ કરોડ ચાલીસ લાખ પુન નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૮૯૧૦.૦૦ ચોરસ મીટરમાંરસ્તાને ડેવલપ કરવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૨,૮૬,૦૨,૫૪૬/- ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ.જેમાં બે એજન્સીહઓએ રસ દાખ્વ્યો હતો એ-૧ એજન્સીએ ૬.૩૯ ટકા ઓછા ભાવ આપ્યા હતા.
મહાનગરપાલિકાનાં વોર્ડ નં.-૧માં રૈયા ગામ થી સ્માર્ટ સીટી સુધીનો ડી.પી. રોડ ડેવલપ કરવાનાં કામે કુલ રૂા.૧૫, ૨૯,૩૧,૮૯૧/- તથા પ્રવર્તમાન ૧૮.૦૦% જી.એસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૧૮,૦૪,૬૦,૦૦૦/- નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે અંદાજે ૧૨૦૦.૦૦ રનીંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવાનું, ૨૪૦૦.૦૦ રનીંગ મીટરમાં અલગ-અલગ ડાયા.ની ડી.આઇ. પાઇપ, ૭૨૦૦.૦૦ રનીંગ મીટર એન.પી-૩ આર.સી.સી. અલગ-અલગ ડાયા.ની પાઇપ લાઇન, ૫૦૦.૦૦ રનીંગ મીટર અલગ-અલગ ડાયા.ની સ્ટોનવેર પાઈપ લાઈન નાંખવાનું, ૧૨૦૦.૦૦ રનીંગ મીટર સી.સી. ફલાવરબેડ ટાઇપ સેન્ટ્રલ ડીવાઇડર, ૨૧૩૦૦.૦૦ ચોરસ મીટર રબ્બરમોલ્ડેડ પેવીંગ બ્લોક થી સાઇડ સોલ્ડર તેમજ ફુટપાથ બનાવવાનું કામ અને સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇટનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. અને રૂા.૧૫,૨૯,૩૧,૮૯૧/- ી રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ. આ કામ માટે ૩ એજન્સીઓએ ભાવ આપેલ જેમાં એલ-૧ એજન્સીના ભાવ સોૈથી ઓછા આવ્યા હતા.
સેનટ્રલ ઝોન
મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭ નાં વિસ્તારમાં એન્યુઅલ રેઇટ કોન્ટ્રાકટ અંતર્ગત મુખ્ય રસ્તાઓ, ડિઝાઇન રોડ તેમજ સોસાયટીઓનાં રસ્તાઓ ડામર કાર્પેટ તથા રી-કાર્પેટ કરવાનાં કામે મૂળ અંદાજ રૂ.૨૩,૭૨,૦૦,૦૦૦/-નાં ૧૧.૮૮%વધુ ભાવ તથા GST સહીત રૂ.૩૧,૩૧.૪૭,૬૪૫/- ની ખર્ચ મર્યાદામાં એજન્સી સાથે સ્થાયી સમિતિ ઠરાવ નં.૧૩ તા. ૨૫/એપ્રિલ થી મળેલ મંજુરી અન્વયે કરાર કરવામાં આવેલ. જે કામગીરી માટે તા.૦૯/૦૬/૨૦૨૫ થી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. જે અન્વયે સ્થાનિકે હાલ કામગીરી ચાલુ છે.
(3:16 PM IST)










