News of Tuesday, 3rd March 2026
હુતાસણી બાદ ધાણી - દાળીયા - ખજુર સહિત ૨૦ નમુના લેવાયા
મનપાની ફુડ શાખા દ્વારા બુધ્ધિનું દેવાળુ ફૂકાયું !

રાજકોટ, તા.૩: મનપા દ્વારા ઘોડા છુટયા બાદ તબેલાને તાળા મારવાની ઉકિતને સાર્થક કરી છે. હોળીનો તહેવાર ગઇકાલે ઉજવાય ગયો અને આવતીકાલે ધુળેટી ઉજવાશે ત્યારે ફુડ શાખા દ્વારા શહેરભરમાંથી ધાણી, દાળિયા, ખજુર, હારડાના ૨૦ નમુના લેવામાં આવ્યા છે.
મનપાની સત્તાવાર યાદી મુજબ રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન તહેવારોને અનુલક્ષીને સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ૧૪ પેઢીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. તેમજ વિવિધ પેઢીઓમાંથી ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કુલ ૨૦ નમૂના લેવામાં આવેલ.
જેમાં દાળિયા (લૂઝ) : સોના શીંગ, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, ધાણી (લૂઝ) તથા દાળિયા (લૂઝ): રઘુવીર શીંગ સેન્ટર, કેનાલ રોડ, પદ્મકુવરબા હોસ્પિટલ સામે, દાળિયા (લૂઝ): ભારત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, ચોક પાસે, રાજકોટ. હારડાં (લૂઝ) તથા ખજૂર (લૂઝ): અમળત પ્રોવિઝન સ્ટોર, ગુંદાવાડી મેઇન રોડ, કેનાલ રોડ કોર્નર, ખાતેથી નમુના લેવામાં આવ્યા છે.
જયારે હરડાં (લૂઝ): કિશન પ્રોવિઝન સ્ટોર, સોરઠિયાવાડી શેરી નં. ૬ કોર્નર, કોઠારીયા રોડ, શગુન ડેટ્સ (૫૦૦ ગ્રામ પેક્ડ): જય ભવાની શીંગ એન્ડ બેકરી, સોરઠિયાવાડી શેરી નં. ૬ કોર્નર, કોઠારીયા રોડ, ૯. હારડાં (લૂઝ): બંસીધર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. ૮, કોઠારીયા રોડ
ફુડ -૩
ધાણી (લૂઝ): શ્રી રઘુવીર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર, શોપ નં. ૭, કોઠારીયા રોડ, હારડાં (લૂઝ) તથા દાળિયા (લૂઝ): જિજ્ઞેશ ટ્રેડર્સ, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. ૨૨, કોઠારીયા રોડ, ધાણી (લૂઝ) તથા ખજૂર (લૂઝ): આઈ શ્રી ખોડિયાર પ્રોવિઝન સ્ટોર, ભોજા ભગત શાકમાર્કેટ શોપિંગ સેન્ટર શોપ નં. ૨૩, કોઠારીયા રોડ, ખાતેથી સેમ્પલ લેવાની કામગીરી કરાઇ હતી.
ઉપરાંત ખજૂર (લૂઝ): ધરતી અનાજ ભંડાર, માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, ધાણી (લૂઝ): ગોપાલ જનરલ સ્ટોર , માર્કેટ પાસે, ગાયત્રી નગર મેઇન રોડ, વાહ તાજ ખજૂર (૫૦૦ ગ્રામ પેક્ડ) જલારામ દાળિયા (૧૩૦ ગ્રામ પેક્ડ): તથા જલારામ મસાલા દાળિયા (૧૩૦ ગ્રામ પેકડ): કિશોર સુપર માર્ટ, ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ, અને દાળિયા (લૂઝ) ગણેશ પ્રોવિઝન સ્ટોર, ચંદન પાર્ક, મેઇન રોડ,પેરેડાઈઝ હૉલ પાસેથી નમુના લેવામાં આવ્યા હતા.
(3:22 PM IST)










