તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
રાજકોટ ભાજપ પ્રદેશસ્તરે ફરી શ્વાસ લેતું થયું
રાજકોટ ભાજપના ૪ આગેવાનોને ૪ જીલ્લા-શહેર સોંપાયાઃ કશ્યપ શુકલ (અમદાવાદ જીલ્લો), ધનસુખ ભંડેરી (જામનગર શહેર), કમલેશ મિરાણી (ભાવનગર શહેર) અને અરવિંદ રૈયાણીને (જૂનાગઢ જીલ્લો સોંપાયો)

રાજકોટઃ છેલ્લા ઘણા સમયથી રાજકોટ સૌરાષ્ટ્રનો ભાજપ નેતૃત્વમાં રહેલો દબદબોનો વિખાતો ગયો છે. અહીંના રોડ-રસ્તા હાઇકોર્ટ બેન્ચ સહિતના તમામ મહત્વના કામો, ગોકળગાય ગતીએ થઇ રહ્યા છે, જેના પગલે કયાંક કયાંક સૌરાષ્ટ્ર રાજયની માંગ પણ ઉઠવા લાગેલ.
દરમ્યાન લાંબા અંતરાલ પછી રાજકોટનુ મહત્વ ફરી વધવા લાગ્યાનું ચિત્ર ઉપસતું જાય છે. જાણે રાજકોટ રાજકીય ક્ષેત્રે ફરી શ્વાસ લેવા માંડયું છે તેવો અહેસાસ થતો જાય છે.
તાજેતરમાં જ પ્રદેશ ભાજપ દ્વારા ૪૨ શહેર-જીલ્લા ભાજપ પ્રમુખોના નામે જાહેર થયા છે. ત્યારે રાજકોટ ભાજપના ૪ દિગ્ગજ આગેવાનોને ૪ જીલ્લા શહેરના પ્રભારી પદ જેવી મહત્વની જવાબદારી સોંપાયેલ છે.
ઉડતી નજરે જોઇએ તો રાજકોટ ભાજપના ૪ આગેવાનો પૈકીના શ્રી કશ્યપ શુકલને અમદાવાદ જીલ્લો સોંપાયો છે. શ્રી શૂકલ કચ્છના અને ભાવનગરના પ્રભારીપદે અગાઉ રહી ચૂકયા છે.
પુર્વ શહેર પ્રમુખ, પુર્વ મેયર અને મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીને જામનગર શહેર સોંપાયું જેમના એકવાર તેઓ પ્રભારી પણ રહી ચૂકયા છે.
આ ઉપરાંત પૂર્વ શહેર પ્રમુખ અને હાલમાં ભારત સરકારના ઇએસયુ કંપનીમાં ડીરેકટર શ્રી કમલેશ મિરાણીને ભાવનગર શહેરના પ્રભારી બનાવ્યા છે. અત્યારે પ્રદેશ હાઇકમાન્ડના તેમના પર ચાર હાથ હોય તેવી પણ ચર્ચા અથાને નથી.
જયારે પૂર્વ કેબીનેટ મંત્રી, ધારાસભ્ય, લોધીકા સંઘના ઇન્ચાર્જ પ્રમુખ અરવિંદ રૈયાણીને જૂનાગઢ જીલ્લો સોંપાયો છે.
સમગ્ર નજરે જોઇએ તો શ્રી ધનસુખ ભંડેરી અને અરવિંદ રૈયાણીનું રાજકીય કમબેક પણ માનવામાં આવી રહ્યું છે.
(3:23 PM IST)










