<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

ડીસીબી પોલીસે ગૂમ થયેલા ચોરાયેલા ૯.૭૮ લાખના ૫૫ મોબાઇલ શોધી આપ્‍યા

ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાની રાહબરીમાં પીઆઇ એમ. આર. ગોંડલીયા અને ટીમની કામગીરીઃ અરજદારોને ફોન પરત મળતાં રાજી રાજી

રાજકોટ તા. ૩: શહેર પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા સાથે તેમના ખોવાયેલા કિંમતી સામાનને પરત અપાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયા અને નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ) જગદીશ બાંગરવાની સુચના અને માર્ગદર્શન હેઠળ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ખોવાયેલા ગૂમ થયેલા ૫૪ અને ચોરાયેલો ૧ મોબાઇલ મળી રૂા. ૯,૭૮,૪૪૬ના ૫૫ મોબાઇલ ફોન અરજદારોને પરત અપાયા છે.

રાજકોટ શહેરના ડી.સી.બી.  પોલીસ સ્‍ટેશન દ્વારા ફેબ્રુઆરી મહિના દરમિયાન ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસીપી ક્રાઇમ ભરત  બી.બસીયા અને પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એમ. આર. ગોંડલીયાના નેતળત્‍વમાં ટીમ દ્વારા સીઇઆઇઆર પોર્ટલ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ કરવામાં આવ્‍યું હતું. જેના પરિણામે અલગ-અલગ લોકેશન પરથી મોબાઈલ ટ્રેસ કરી રિકવર કરવામાં આવ્‍યા હતા. ક્રાઇમ બ્રાંચે કુલ ૯,૭૮,૪૪૬ના મોબાઇલ ફોન મુળ માલિકોને બોલાવી તેમને પરત સોંપતા તેમના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ કામગીરીમાં એ.એસ.આઈ. એમ.જે. અડતરીયા અને મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ નગ્‍માબેન એમ.સુમરાએ મહત્‍વનો ભાગ ભજવ્‍યો હતો. 

 

 

(3:48 PM IST)