<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th March 2026

જય સ્વામીનારાયણ,SGVP ગુરુકુળ, અમદાવાદ દ્વારા તારીખ 1 માર્ચ,2026ને રવિવારના રોજ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી સ્વામીજીના 75માં જન્મજયંતિ પ્રસંગે અમૃતવંદના ગ્રંથવિમોચન સમારોહમાં જુના8 અખાડા મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને મક્કમ અને મૃદુ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, રાજકોટના શિક્ષકોએ8 હાજરી આપી.

ABRSM રાજકોટ તાલુકાના અધ્યક્ષ શ્રી અરવિંદસિંહ ઝાલા દ્વારા SGVP ના સ્થાપક પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીનું ગુરુકુલના એલચીનો હાર પહેરાવી પૂજન કરવામાં આવ્યું. આ સાથે સંજયભાઈ હુંબલ, ઉમેશભાઈ પેથાણી, વિમલભાઈ ભટ્ટ, મનીષભાઈ ચાવડા, આશિષભાઈ વેકરીયા અને સાગરભાઈ પોપટ સર્વે એ સંતોના આશીર્વાદ મેળવ્યા. 

આ પૂર્વે માધવપ્રિયદાસજી સ્વામી સાથેની મુલાકાતમાં આગામી 21 & 22 માર્ચ ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગ 1 & 2ની SGVP ગુરુકુળ, રીબડા ખાતે આયોજન થનાર ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ રહે અને સંગઠન વધુ મજબૂત બને તેવા શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા.

(2:05 PM IST)