<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

કાલથી પાટણનાં પીપરાળાધામમાં વીર ડગાયચાદાદાનો પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

ભુપેન્‍દ્રભાઇ પટેલ સહિત રાજકીય આગેવાનોની ઉપસ્‍થિતીમાં : ૬ થી ૮ દરમિયાન ધર્મોત્‍સવમાં આહિર-ડાંગર પરિવાર ઉમટશેઃ દેવાયત ખવડ, ભુમી આહિર ડાયરાની રમઝટ બોલાવશે

‘અકિલા' કાર્યાલયે ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને મહોત્‍સવનું નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે.

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા. પઃ ગુજરાતની પવિત્ર ધરતી એટલે સંતો, મહંતો અને શૂરવીરોની ભૂમિ. આ એ ધરા છે જ્‍યાં ધર્મની રક્ષા કાજે અને ગાયોના રક્ષણ માટે અનેક રણબંકાઓએ પોતાના મસ્‍તક હોમી દીધા છે. આવો જ એક અણમોલ અને પ્રેરણાદાયી ઇતિહાસ યદુવંશી આહીર કુળના રત્‍ન શ્રી ડગાયચા દાદા (ડાંગર) નો છે. જેમનો ઇતિહાસ આજે પણ પાટણના પીપરાળા ગામની સીમમાં જીવંત છે.

આગામી ૬ થી ૮ માર્ચ દરમિયાન, સમસ્‍ત આહીર ડાંગર પરિવાર દ્વારા આ પવિત્ર ભૂમિ પર ‘વીર ડગાયચા દાદા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ'નું ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિ આ ઉત્‍સવની શોભામાં અભિવળદ્ધિ કરશે.

ઇતિહાસકારો અને બારોટોના ચોપડે અંકિત કથા મુજબ, ડગાયચા દાદા માત્ર એક યોદ્ધા જ નહીં, પરંતુ ‘છત્રીસ લક્ષણા' મહાપુરુષ હતા. તેમની ભક્‍તિ અને સત્‍યતાની એવી તાકાત હતી કે જ્‍યારે પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી રુદ્રમહાલય પર સુવર્ણ કળશ ચડાવવામાં મુશ્‍કેલી અનુભવી રહ્યા હતા, ત્‍યારે વિદ્વાનોએ ભવિષ્‍યવાણી કરી હતી કે કોઈ પરમ સત્‍યવાદી અને છત્રીસ લક્ષણા પુરુષના હાથે જ આ કાર્ય સિદ્ધ થશે.

દાદાએ પોતાની સત્‍યતાના પારખાં નદીના ધસમસતા વહેણમાં ચારણને કોરી પછેડીઓ દાનમાં આપીને આપ્‍યા હતા. ધર્મ કાજે તેમણે પોતાનો એ જમણો હાથ કાપીને અર્પણ કરી દીધો હતો, જે હાથે રુદ્રમહાલયનો કળશ સ્‍થાપિત થયો હતો. ગાયોના ધણને બચાવવા માટે બહારવટિયાઓ સામે લડતા લડતા તેઓ વીરગતિને પામ્‍યા, પણ તેમનું નામ અમર થઈ ગયું. આજે પણ દુહો ગવાય છે.

‘ડાંગર બાંયુ લાંબીયું, તુણા કચ્‍છની માય,'

‘મોકળ કુલ ડગાયચો, જેના કર કંડોરણા જાય...'

આ મહોત્‍સવમાં ભક્‍તિ, શક્‍તિ અને સંસ્‍કળતિનો અનોખો સંગમ જોવા મળશે

૧. પ્રથમ દિવસઃ ૬ માર્ચ (શુક્રવાર), યજ્ઞ પ્રારંભ સવારે ૮:૦૦ કલાકે ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ સાથે પવિત્ર યજ્ઞનો શુભારંભ થશે.

દીપ પ્રાગટયઃ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરી સમગ્ર વાતાવરણને ભક્‍તિમય બનાવવામાં આવશે.

૨. દ્વિતીય દિવસઃ ૭ માર્ચ (શનિવાર) નગરયાત્રાઃ ભવ્‍ય જલયાત્રા અને નગરયાત્રા નીકળશે, જેમાં મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

સ્‍થાપન વિધિઃ સાંજે મૂર્તિ સ્‍થાપન અને શાષાોક્‍ત વિધિ મુજબ જલાભિષેક કરવામાં આવશે.

રાત્રિ કાર્યક્રમઃ રાત્રે ૯:૦૦ કલાકે ભવ્‍ય લોક ડાયરો યોજાશે.

૩. તળતીય દિવસઃ ૮ માર્ચ (રવિવાર) - મુખ્‍ય દિવસ

પ્રાણ પ્રતિષ્ઠાઃ સવારે ૧૧:૦૦ કલાકે શુભ મુહૂર્તે દાદાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.

ધ્‍વજારોહણઃ નૂતન મંદિરના શિખર પર ધર્મની ધજા લહેરાવવામાં આવશે.

મહાપ્રસાદઃ બપોરે ૧૨:૪૫ કલાકે મહાઆરતી બાદ તમામ ભાવિકો માટે મહાપ્રસાદ (ભંડારો) રાખવામાં આવ્‍યો છે.

સાંસ્‍કળતિક કાર્યક્રમો આ મહોત્‍સવનું મુખ્‍ય આકર્ષણ છે. ૭ માર્ચની રાત્રિએ લોકસાહિત્‍યના માંધાતાઓ પોતાની કલા પીરસશે  દેવાયતભાઈ ખવડ પોતાની ઓજસ્‍વી વાણીમાં શૌર્યગાથાઓ સંભળાવશે.

ભૂમિબેન આહીર અને દિવાળીબેન ડાંગર સુમધુર લોકગીતો અને ભક્‍તિ ગીતોની રમઝટ બોલાવશે.

વેરવા રાસ મંડળી દિવસ દરમિયાન પરંપરાગત આહીરી રાસ અને દાંડિયારાસથી વાતાવરણ ગુંજવી દેશે.

આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ પધારશે જેમાં ભૂપેન્‍દ્રભાઈ પટેલ (મુખ્‍યમંત્રી, ગુજરાત રાજ્‍ય),  પૂનમબેન માડમ (સાંસદ, જામનગર),  જવાહરભાઈ ચાવડા પૂર્વ કેબીનેટ મંત્રી જુનાગઢ, ત્રિકમભાઈ છાંગા મંત્રી ગુજરાત સરકાર, મુળુભાઈ બેરા પૂર્વ કેબીનેટ મંત્રી, ધારાસભ્‍ય ભાણવડ, ઉદયભાઈ કાનગડ ધારાસભ્‍ય રાજકોટ, ભગવાનજીભાઈ બારડ ધારાસભ્‍ય તાલાલા ગીર, ઠાકોર ભરતસિંહ ડાભી સાંસદશ્રી પાટણ, ભરતભાઈ ડાંગર પૂર્વ મેયર વડોદરા, વાસણભાઈ આહીર પૂર્વ મંત્રીશ્રી ગુજરાત સરકાર, હેમંતભાઈ ખવા ધારાસભ્‍ય જામજોધપુર, લવિંગજી ઠાકોર ધારાસભ્‍ય રાધનપુર, સાંતલપુર, રઘુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્‍ય રાધનપુર, સાંતલપુર, અંબરીશભાઈ ડેર પૂર્વ ધારાસભ્‍ય, રાજુલા, શીવજીભાઈ ડાંગર પૂર્વ ધારાસભ્‍ય ભુજ, મેરામણભાઈ ગોરીયા પૂર્વ ધારાસભ્‍ય, દેવજીભાઈ રતનાળ - કચ્‍છ જીલ્લા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

પીપરાળા ગામની સીમમાં જ્‍યાં આજે પણ વીર ડગાયચા દાદાની ખાંભી શ્રદ્ધાનું પ્રતીક બનીને ઉભી છે, ત્‍યાં ‘રોટલાનો ટુકડો, ત્‍યાં હરિ ઢુકડો' ની આહીરી પરંપરા મુજબ વિશાળ રસોડું પણ ધમધમશે. સમસ્‍ત આહીર ડાંગર પરિવાર દ્વારા તમામ જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગમાં સહભાગી થવા સુરાપુરા ધામ, પીપરાળા, તા. જિ. પાટણ ખાતે ઉપસ્‍થિત રહેવા સમસ્‍ત આહીર ડાંગર પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

(12:15 PM IST)