<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

શહેરમાંથી મંજુરી વિનાના ૯૬૮ બોર્ડ-બેનર ઉતારાયાઃ ૩.પ૭ લાખનો ચાર્જ વસુલાયો

વિવિધ વિસ્‍તારોમાંથી અડચણરૂપ ર૮ રેકડી-કેબીન,ર૩ર પરચુરણ માલ-સામાન તથા ૭૭૮ કિલો શાકભાજી-ફળ-ફુલ જપ્‍ત

 રાજકોટઃ તા.પ, મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા  શહેરમાં જાહેર માર્ગો પર અસ્‍થાઈ દબાણ  રેકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો  તેમજ  બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

 સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જયુબેલી,જંક્‍શન રોડ,ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્‍તા પર નડતર રૂપ  ૨૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

 સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જયુબેલી,જંક્‍શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્‍ડ પાસેથી જુદીજુદી અન્‍ય ૨૩૨ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવેલ.

 પેડક રોડ,પારેવડી ચોક, કેસરી હિન્‍દ પુલ,કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે,મવડી મેઈન રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ,૧૫૦ રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જયુબેલી,જંક્‍શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર પાસેથી ૭૭૮ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્‍કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્‍તાર, સ્‍વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી  રૂ.૧,૯૫,૨૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

ઉપરાંત ૮૦ફુટ રોડ,પારેવડી ચોક , સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૧,૬૨,૩૨૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો હતો.

સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેશકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી,   પરથી ૯૬૮  બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

(2:01 PM IST)