News of Thursday, 5th March 2026
શહેરના બાળ સ્વીમરોનો ખેલ મહાકુંભમાં દબદબોઃ ૩૩ મેડલોની હારમાળા સર્જી
મનપા સંચાલિત રેસકોર્ષ સ્વિમિંગ એકેડમી તથા ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલના તરવૈયાઓ ઝળકયાઃ ૩ ગોલ્ડ, ૬ સીલ્વર અને ૨૪ બ્રોન્ઝ મેડલ જીત્યા રાજયકક્ષાએ સિધ્ધી મેળવવા બદલ ૧૪થી ૧૭ વર્ષના ખેલાડીઓને પદાધિકારીઓ-મ્યુ.કમિશનરે અભિનંદન પાઠવ્યા

રાજકોટ, તા. ૩: તાજેતરમાં વર્ષ ૨૦૨૫-૨૬માં રાજય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા (ભાઈઓ તેમજ બહેનો) યોજાઈ હતી, જેમાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રેસકોર્ષ સ્વિમિંગ એકેડમી તથા ડાયાભાઈ ઉકાણી સ્વિમિંગ પૂલના સ્વિમરોએ ઝળહળતો દેખાવ કરીને ૩ ગોલ્ડ, ૬ સીલ્વર અને ૨૪ બ્રોન્ઝ મેડલ મેળવીને રાજય કક્ષાએ સફળતા મેળવેલ છે.
આ ઝળહળતો દેખાવ કરનાર સ્વિમરોએ આજે મહાનગરપાલિકામાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયાની શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
ખેલાડી બાળકો સાથે કોચ બંકિમ જોશી, નિમેષભાઇ ભારદ્વાજ, જયભાઇ લોઢીયા તથા જાડેજા દેવેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા. આ બધા જ સ્વિમરોએ અમદાવાદ, સુરત તેમજ વડોદરા તથા મહેસાણાના સ્વિમરો સાથે હરીફાઇ કરીને સફળતા પ્રાપ્ત કરેલ છે.
(2:02 PM IST)










