<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ત્રિવેણી સંગમ ટ્રસ્‍ટ દ્વારા મંગળવારે સર્વજ્ઞાતિ સમુહલગ્નઃ ૧૩ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે

સંતો-મહંતો આશીર્વચન આપશેઃ કરીયાવરમાં ૧ર૭ થી વધુ વસ્‍તુઓ અપાશેઃ રકતદાન કેમ્‍પ

રાજકોટઃત્રિવેણી સંગમ ચેરીટેબલ ટ્રસ્‍ટ- રાજકોટઃ દ્વારા હુડકો પોલીસ ચોક પાછળ, માનવધર્મ આશ્રમની પાછળ ૧ર મો સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્‍સવનું તા. ૧૦ માર્ચ મંગળવારના રોજ આયોજન કરવામાં આવેલ છે.

જેમાં કરીયાવરમાં ૧ર૭ થી વધુ વસ્‍તુનો કરીયાવર આપવામાં આવશે. આ સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્‍સવમાં ૧૩ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. સંતો-મહંતો પ.પુ. મહંતશ્રી ક્ષીપ્રનાથબાપુ-લાપાસરી, પ.પુ. મહંતશ્રી નરસંગબાપુ- શ્રી આપા માંગાની જગ્‍યા, વાસાવડ, પ. પુ. મહંતશ્રી અવધેશબાપુ-ગુણેશ્વર મહાદેવ મંદિર, રાજકોટ, પ.પુ. મહંતશ્રી સામજીભગત-પાળ, પ.પુ. મહંતશ્રી ઠાકરદાસ બાપુ- ગીરનારી આશ્રમ, ઇશ્વરીયા પ.પુ. મહંતશ્રી હરજીવનબાપુ, ગુરૂશ્રી ભીખારામ બાપુ, શ્રી જાગનાથ મહાદેવ, કોઠારીયા પ.પુ. મહંતશ્રી ધર્માનંદ ગીરીજી મહારાજ દીકરીઓને આશીર્વાદ આપશે. નાથાણી બ્‍લડ બેંકના સહયોગથી  આસાથે  રકતદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રકતની ૧૦૦ થી વધુ બોટલ એકત્ર થવાનો અંદાજ હોવાનું જણાવાયું છે.

આયોજમાં સંસ્‍થાના પ્રમુખ નયનભાઇ મકવાણા, વર્ષાબેન રૈયાણી, રજનીભાઇ સાંગાણી-એડવોકેટ, સી.જી. રામાણી-એડવોકેટ તેમજ અન્‍ય કાર્યકરોજહેમત ઉઠાવી રહયા છે.

(2:59 PM IST)