તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
ગુજરાત બાર કાઉન્સીલમાં પારદર્શિતા લાવવા ચૂંટણી લડી રહ્ના છું વકીલોના પ્રશ્નોનો સ્થળ ઉપર નિકાલ કરીશ : જીતેન્દ્ર ઍચ. પારેખ
એડવોકેટ પ્રોટેકશન એકટના કાયદાને તુરંત અમલ લાવવા તેમજ વકીલોના વેલફેર ઇન્સ્પોરન્સ સહિતના પ્રશ્નોને અગ્રતા આપીશ : ‘‘અકિલા'' સાથે વાતચીત

રાજકોટ : ગુજરાત બાર કાઉન્સીલની આવતીકાલે યોજાનાર ચૂંટણીના યુવા ઉમેવાર જીતેન્દ્ર એચ. પારેખ અને તેમના ટેકેદાર વકીલો આજે ‘‘અકિલા'' પ્રેસની મુલાકાતે આવેલ હતા. પ્રસ્તુત તસ્વીરોમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે જીતેન્દ્ર પારેખ ઉપરાંત રવિભાઇ પરમાર, જમનાબેન વાઘેલા, ભૂમિબેન રાજાવડલા, મગનભાઇ મેવાસીયા અને પ્રકાશભાઇ ચાવડા દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. પ : ગુજરાત બાર કાઉન્સીલ ચૂંટણી સંદર્ભેના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ અને તેમને ટેકેદારો આજે અકિલા પ્રેસની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવેલ કે હાલની બી.સી.જી. ની સામાન્ય ચુંટણી - ૨૦૨૬ ના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ સને-૧૯૯૯ થી વકીલાતના કાર્યક્ષેત્રમાં રાજકોટ ખાતે સક્રિય થયેલ છે, પોતાના એલએલ.બી. ના અભ્યાસકાળ દરમ્યાન રાજકોટના સીનિયર એડવોકેટપી.આર. દેસાઈ સાથે લેબર કોર્ટ તથા એમ.એ.સી.પી. તેમજ કન્ઝયુમર એકટ અન્વયેની પ્રેક્ટીસ ચાલુ કરેલ, ત્યારબાદ સને-૨૦૦૧ થી રાજકોટના સીનીયર એડવોકેટમિહિરભાઈ દવે સાથે ફોજદારી તથા સીવીલ ની પ્રેકટીસ ચાલુ કરેલ અને સને-૨૦૦૪ થી રાજકોટના એડવોકેટઆર.ડી. ઝાલા સાથે સીવીલ તથા રેવન્યુની પ્રેકટીસ કરી રહેલ છે.
ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ એ સૌપ્રથમ સને : ૨૦૦૩-૦૪ માં રાજકોટ બાર એસોસીએશનમાં ચુંટણી લડવાનુ ચાલુ કરેલ અને આ ગાળા દરમ્યાન ભાજપ લીગલ સેલમાં સક્રિય થયેલ અને આ ભાજપ લીગલ સેલમાં સને : ૨૦૦૩-૦૪ થી આજદિન સુધી અવિરત સેવા એડવોકેટ અનિલભાઈ દેસાઈ, દિલીપભાઈ પટેલ, હિતેષભાઈ દવે, પિયુષભાઈ શાહ તથા કમલેશ ડોડીયા તથા સાથી એડવોકેટ આબીદ એ. સોસન એમ તમામ સાથે સક્રિય સભ્ય તરીકે કામગીરી કરેલ છે, અને રાજકોટ બાર એસોસીએશનમાં ૪-વખત કારોબારી તથા ટ્રેઝરર (ખજાનચી) તરીકે તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ગત સાલ-૨૦૨૫ સુધી વકીલો માટે હોદેદાર તરીકે રહી સક્રિય કામગીરી કરેલ છે.
આ ગાળા દરમ્યાન રાજકોટના દિવંગત એડવોકેટબળવંતસિંહ રાઠોડે ે સને : ૨૦૦૩-૦૪ માં જુનીયર એડવોકેટ એસોસીએશન ની સ્થાપના કરેલા અને તેમાં સક્રિય રીતે રહી હાલ કો-ફાઉન્ડર તરીકેની જવાબદારી હાલના ઉમેદવાર જીતેન્દ્ર એચ. પારેખ, એડવોકેટ નિભાવી રહેલ છે અને આ જુનીયર એડવોકેટના પોતાના સમયગાળા દરમ્યાન અનેક કાર્યક્રમો જેમ કે ઇંગ્લીસ સ્પીકીંગ કોર્સ, કોમ્પ્યુટર નોલેઝ, ઓનલાઈન ર્સચિંગ, એ.આઈ.બી.ઈ. કલાસીસ, જે એમ.એફ.સી. કલાસીસ તથા નાના-મોટા અનેક વકીલાતની કામગીરીમાં સક્રિય રીતે લાભ લઈ શકે તેવા કાર્યક્રમો આપેલ છે.
સને : ૨૦૦૩-૦૪ થી સને-૨૦૨૫ સુધીમાં પોતાના હોદાના સમયગાળા દરમ્યાન તથા હોદો ન હોય તો પણ તે દરમ્યાન રાજકોટ બાર માટે તથા વકીલો ભાઈ-બહેનો માટે અનેક પ્રકારના જયુડીશીયલ તથા એડમીનીસ્ટ્રેશન ના પ્રશ્નોનો નિકાલ કરેલ છે તેમજ રેવન્યુ ને લગતા પ્રશ્નોનો પણ અધિકારીઓ સાથે સંવાદ સાધી નિકાલ કરેલ છે.
સદરહુ કાર્યકાળ દરમ્યાન કોવિડ-૧૯ વખતે સતત ૫-માસ સુધી કીટ વિતરણ કાર્યક્રમ પણ સક્રિય રીતે પુર્ણ કરેલ છે, તેમજ રાજકોટ બારમાં મેડીકલ કેમ્પ, રસીકરણ કેમ્પ, એકજયુકેશન કેમ્પ વિગેરે પણ સફળતાપૂર્વક કરેલ છે, તેમજ રાજકોટ બારમાં અત્યાર સુધીમાં થયેલ ત્રણેય સેમીનારમાં સક્રિય રીતે રહી સુદ્રઢ વ્યવસ્થાના ભાગરૂપે રહી કામગીરી કરેલ છે. હાલમાં પોતાની વકીલાતના સીલ્વર જયુબેલી વર્ષ પુર્ણ કરી ૨૬ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે અને વકીલાતના વિશાળ પરીવારની સતત ચિંતા રાખતા હોય જેથી સને-૨૦૨૪ થી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવી અને સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ વધે અને સૌરાષ્ટ્રના વકીલોના પ્રાણ પ્રશ્નોનો અને નાના-મોટા પ્રશ્નોનો પોતાના કેન્દ્રમાં રહી નિકાલ થઈ શકે તેમજ વિશાળ ફલક ઉપર ગુજરાતના વકીલોના હિત માટે કાર્ય કરી શકે તેવા શુભદ્ર નિર્ણયથી ઉમેદવારી નોંધાવેલ છે, અને પોતાના કાર્યકાળ દરમ્યાનમાં અનુભવેલ હકીકતોના આધારે આ સિવાય અનેક નાના-મોટા સુચનો મેળવી અને તે અંગે બનતી કોશીશો કરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ધ્વારા દરેક પ્રશ્નનો યોગ્ય નિકાલ થાય તે માટે રાજકોટ તથા સૌરાષ્ટ્રને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવા શુભ હેતુસર આ ઉમેદારી નોંધાવેલ છે, તેમજ હાલના ઉમેદવાર રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં દરેક વકીલોના પોતાના અને માનીતા એવા સભ્ય તરીકે સીનીયર એડવોકેટશ્રી તથા તમામ વકીલ ભાઈઓ-બહેનો માને છે અને તેમના સતત આશીર્વાદ અને આજદિન સુધી રાજકોટ બારના અનેક વખત આવા પ્રેમ, લાગણી, સાથ-સહકાર અને આશીર્વાદ આપી જીતાડેલ છે અને આ વખતે પણ રાજકોટ તથા સૌરાષ્ટ્રના તમામ વકીલોનો પ્રવાસ તથા પ્રચાર દરમ્યાન દરમ્યાન ખુબ જ આવકાર મળેલ અને જીતાડવાનો અને પ્રતિનિધિત્વ કરવાનો કોલ આપેલ છે.
વકીલોમાં જ્ઞાતિવાદ-જુથવાદને દૂર કરીશ : જીતેન્દ્ર પારેખ
(૧) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તમારા આંગણે
(ર) બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ના સભ્યની દરેક જીલ્લા લેવલે નિમણુંક કરાવી દરેક બાર એસોસીએશનમાં કાયમી આમંત્રીત સભ્ય તરીકે રહી વકીલોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ.
(૩) ૪૦-વર્ષની વકીલાત પુર્ણ થયે દરેક વકીલશ્રીને પોતાની હૈયાતીમાં વેલ્ફેર સ્કીમનો લાભ.
(૪) ગ્રુપ ઈન્સ્યોરન્સ બાર કાઉન્સીલ ધ્વારા લઈ દરેક એડવોકેટ માટે ફ્રી માં મેડીકલ સારવાર.
(પ) દરેક બાર એસોસીએશન દ્વારા ફરજીયાતપણે એ.આઈ.બી.ઈ. તથા જે.એમ.એફ.સી. પરીક્ષા માટે કલાસ ચાલુ કરવા (જીલ્લા કેન્દ્ર પર અથવા તો તાલુકા કેન્દ્ર પર).
(૬) વકીલોમાં રહેલ જુથવાદ તથા જ્ઞાતિવાદ ખત્મ કરી વકીલ એક્તાને બુલંદ કરવા.
(૭) વકીલો માટે બાર - તથા-બાર માટે વકીલ એ રીતની સુવ્યવસ્થિત રચના કરવા.
(૮) એડવોકેટ પ્રોટેકશન એકટ અન્વયે ભારત સરકારે કરેલ ડ્રાફટ અન્વયે તુરંત કાયદો અમલમાં આવે અને તે અંગે ગુજરાત સરકારને રજુઆત કરવા.
(૯) દરેક વકીલને સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટ ધ્વારા સરકારશ્રી ધ્વારે જાહેર કરવામાં આવેલ જુનીયર વકીલની સ્કીમનો દરેકને લાભ મળે.
(૧૦) બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં દરેક વ્યવહાર પારદર્શીય તથા પ્રમાણીક બનાવવા.
(૧૧) રાજકોટને હાઈકોર્ટની બેંચ મળે તે માટેનું આર.બી.એ. ધ્વારા શરૂ કરવામાં આવેલ પ્રયત્નને આગળ ધપાવવા.
(૧૨) દરેક તાલુકા કેન્દ્રમાં રહેલ ઈ-લાયબ્રેરી સતત ચાલુ તથા અદ્યતન રહે તે માટે.
(૧૩) બાબરા લો-કોલેજના ૧૫૦ ઉપરાંતના વિદ્યાર્થીઓને જે સનદ અટકાયેલ છે તે પ્રશ્નનો નિકાલ.

(3:17 PM IST)










