તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
અંતિમ તબક્કા તરફ રમઝાન માસનું પ્રયાણ : ર૦મીએ ઉજવાશે ઇદ
મિશ્ર હવામાન વચ્ચે અડધો માસ પસાર : ૧પ રોઝા બાકી : તાપમાન ઉંચુ જનાર હોઇ રોઝામાં હવે ગરમીનો સંભવતઃ અહેસાસ : વ્હેલી સવારે ૪.૩૦ વાગ્યે સહેરી (નાસ્તા) માટે તો સાંજે રોઝા પૂર્ણ કરવાના સમયે મુસ્લિમ વિસ્તારોમાં પ્રવર્તતો ધમધમાટ : આ વખતે રોઝા માસનો ‘‘અંતિમ શુક્રવાર'' જ રમઝાન માસનો છેલ્લો દિવસ(૩૦મો રોઝો)બની રહેવાનો સંયોગ : ૧૭ મી મંગળવારે હરણી રોઝુ : શુક્ર-શનિ-રવિવારના લીધે ત્રણ દિ' સુધી ઇદનો ઉત્સાહ જળવાશે

(ફાઇખ દ્વારા) રાજકોટ, તા. પઃ ગત તા. ૧૯ ફેબ્રુઆરી ગુરૂવારથી મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ થયા બાદ જોતજોતામાં અડધો રમઝાન માસ વિતી જવા પામ્યો છે. રમઝાન માસના ૧૫ રોઝા પુરા થવા પામ્યા છે.
એટલું જ નહીં આ વખતે શુક્રવારે રમઝાન માસ પુરો થનાર છે. એથી આખા રમઝાન માસમાં પાંચ શુક્રવારના લાભ મળનાર છે. ત્યારે તેમાં પણ બે શુક્રવાર ઉજવાઇ ગયા છે.
આ સાથે હવે રમઝાન માસના પાછલા દિવસો બાકી રહ્યા છે તેમાં પણ રમઝાન માસમાં પાંચ મહત્વની રાત્રિ મનાવાશે એ પૈકી ‘શબેકદ્ર' ની ૨૭ મી રાત્રી ૧૬ મીએ સોમવારે ઉજવવામાં આવનાર છે. અને ૨૭ મો રોઝો જે, ‘હરણી રોઝા' તરીકે ઓળખાય છે જે ૧૭ મીએ મંગળવારે થશે.
આમ જુઓ તો આ રમઝાન માસના અંતિમ દિવસો હશે જેમાં ૧૬ મીએ શબેકદ્ર, ૧૭ મીએ હરણી રોઝા અને તે પછી ૨૦ મીએ શુક્રવાર હશે જે રમઝાન માસનો અંતિમ શુક્રવાર છે એટલું જ નહી. એ દી' ને ૩૦ મો રોઝો હશે અને તે રમઝાન માસનો પણ અંતિમ દિવસ હશે તેમ વર્તારોનો નિર્દેશ છે.
બીજી તરફ રોઝાની શરૂઆત (સહેરી) વહેલી સવારે પઃ૪૪ વાગ્યેથી થાય છે અને સાંજે ઈફતાર (રોઝાની પુર્ણાહુતી)૬-પ૮ વાગ્યે થાય છે. આથી વહેલી સવારે ૪-૩૦ વાગ્યે લોકો ઉઠી નાસ્તો - ભોજન લેતા હોય અને સાંજે ઇફતારની તૈયારીઓ કરતા હોઈ પરોઢિયે ત્થા સાંજે મુસ્લિમ વિસ્તારોમાં ધમધમાટ પ્રવર્તતો રહેતો હોય છે.
આ ઉપરાંત રોઝા ઉપરાંત દરેક મસ્જીદોમાં રાત્રીના વધારાની સળંગ નમાઝ પઢવામાં આવે છે જેના લીધે ૧૨ વાગ્યા સુધી મસ્જીદો પણ ખૂલ્લી રહે છે અને રાત્રીના પણ રમઝાન માસનો ઉલ્લાસ મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળે છે.
ખાસ કરીને આ વખતે રમઝાન માસનો પ્રથમ રોઝો ગુરૂવારે થતા અને બીજા દિવસે શુક્રવાર મુસ્લિમ સમાજમાં સાપ્તાહિક ઇદનો દીવસ ગણાતો હોઈ પહેલા રોઝાએ જ રમઝાન માસનો ધમધમાટ વ્યાપી ગયો હતો અને આધ્યાત્મિક ઉત્સાહ બેવડાઈ ગયો હતો.
એટલું જ નહીં આગળ જતા રમઝાન માસ પૂર્ણ થવાની આરે રમઝાન માસના ૩૦ માં રોઝાએ શુક્રવારે હશે જે કારણે શુક્રવાર ૩૦ રોઝા પુરા થયા બાદ સાંજે જ ચંદ્રદર્શન થવાની પૂર્ણ સંભાવના હોઇ તા.ર૧-૩-ર૬ના રોજ શનિવારે ‘ઇદુલફિત્ર' ઉજવવામાં આવે તે પણ નિヘતિ બની રહયું છે.
જેમાં પણ રમઝાન માસનો અંતિમ શુક્રવાર જ રમઝાન માસનો અંતિમ દિવસ બની રહેનાર છે. અને તે પછી શનિવારે ઇદ અને પછી રવિવારે જાહેર રજાના લીધે ઉત્સાહ બેવડાઇ જશે.
અત્રે એ નોંધનીય છે. કે રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ગરમી વચ્ચેથી પસાર થઈ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લીમસ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી ‘રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝાએ એક ‘ઉપવાસ' જ છે.
બીજી તરફ છેલ્લા ૧૫ દિ'થી મિશ્ર હવામાન પ્રવર્તે છે અને ૩૫ ડીગ્રીથી પણ નીચે તાપમાન-ઠંડો પવન વિગેરે રહેતા રોઝા રાખનારાને રાહત રહી છે. પણ હવે પછીના દિવસો માં જ ઉનાળો બરાબર શરૂ થઈ જાય તેવી વકી છે જેથી રમઝાનના છેવટ સુધી ઉંચુ તાપમાન રહેવાની વકી છે.
ખાસ કરીને આ વખતે ચંદ્રદર્શનની સ્પષ્ટતા વધી છે તેથી આ વર્ષ ૩૦ રોઝા થવાની પણ પૂર્ણ સંભાવના છે.
જો કે વાર્તારા મુજબ શુક્રવારે સાંજે ૩૦ માં રોઝાએ ‘તેજમય' ચંદ્ર દર્શન આકાશમાં સ્વચ્છ રીતે થઇ જશે જેના લીધે પણ શનિવારે ઇદ નિヘતિ છે.
રમજાન માસમાં પવિત્ર રાત્રીઓનું પણ મહત્વ રહેલ છે જેમાં ૨૧ મી રાત્રી તા. ૧૦-૩ મંગળવારના ૨૩ મી રાત્રી તા. ૧૨-૩- ગુરુવાર ના, ૨૫ મી રાત્રી તા. ૧૪-૩ શનિવારના અને ર૭મી રાત્રી તા. ૧૬-૩ સોમવાર ત્થા ર૯ મી રાત્રિ તા.૧૮-૩- બુધવારના મનાવવામાં આવશે.
રમઝાન માસના અંતિમ શુક્રવારને મુસ્લિમો આખરી જુમ્મા તરીકે ઓળખે છે જે આ વખતે તા. ૨૦-૩-૨૬ ના થશે જેમાં ખુબી એ છે કે આ દિવસે જ ૩૦ મો રોઝો હશે જે આ રમઝાન માસનો છેલ્લો રોઝા હશે.
અત્રે એ નોંધનીય છે કે છેલ્લો શુક્રવાર હોઈ આખરી જુમ્મા અને ૩૦માં રોઝા (રમઝાનનો છેલ્લો દિવસ) સાથે થઈ ગયાનો અનેરો સંયોગ સર્જાયો છે.
(3:39 PM IST)










