<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સ્‍વિમિંગ અને કાયકિંગમાં ઉત્‍સાહ પ્રેરક પરફોર્મન્‍સ :૭ સ્‍પર્ધકોએ સોમનાથથી દેલવાડા સુધીનો દરીયો સાહસભેર ખેડી બતાવ્‍યો

રાજકોટ તા. ૫ : રાજકોટ ડિસ્‍ટ્રિકટ સ્‍વિમિંગ એસોસીએશન દ્વારા સોમનાથ સ્‍વાભિમાન પર્વ અંતર્ગત યોજવામાં આવેલ સોમનાથથી દેલવાડા (સીમર બીચ) સુધીની ૧૫૦ કિ.મી. ઓપન વોટર સી સ્‍વિમિંગ અને કાયકિંગમાં રાજકોટના સ્‍વીમરોએ પણ ખુબ સરસ પરફોર્મ કરી બતાવ્‍યુ હતુ.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સ્‍વિમિંગ એસોસીએશનના આગેવાનોએ જણાવેલ કે તા. ૨૧ થી પ્રસ્‍થાન થઇને તા.૧ના સમાપન પામેલ આ સ્‍વિમિંગ અને કાયકિંગ અભિયાનમાં વેનેસા શુકલા (ઉ.૧૯), પાર્થીવ મેઘાણી (ઉ.૧૪) અને દિવ્‍યમ ચોટલિયા (ઉ.૧૪)એ સ્‍વીમીંગમાં ખુબ સરસ પ્રદર્શન કરેલ.

જયારે કાયકિંગમાં આર્યન જોશી (ઉ.૨૦), વૈદાંત જોશી (ઉ.૧૮),, સિદ્ધરાજ સોલંકી (ઉ.૧૯) અને જિનલ પિત્રોડા (ઉ.૧૯)એ કૌવત બતાવ્‍યુ હતુ.

આ તમામ ખેલાડીઓએ દરિયાઈ પડકારો વચ્‍ચે અદમ્‍ય સાહસ, શિસ્‍ત અને સંકલ્‍પનું પ્રદર્શન કર્યું હતું.

આ અભિયાનના પ્રોજેક્‍ટ ચેરમેન તરીકે રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા દ્વારા સેવા આપવામાં આવી હતી. તેમજ કાર્યક્રમનું આયોજન રાજકોટ ડિસ્‍ટ્રીક સ્‍વિમિંંગ એસોસિએશન દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેના પ્રમુખ તરીકે રાજ્‍યના પૂર્વ રમત-ગમત મંત્રી  ઉમેશભાઈ રાજ્‍યગુરૂ કાર્યરત છે.

આ અભિયાનની સફળતા પાછળ પ્રાયોજકો, સ્‍થાનિક પ્રશાસન, સુરક્ષા દળો, બોટ સંચાલકો, ગ્રામજનો, મીડિયા પ્રતિનિધિઓ અને સહયોગી સંસ્‍થાઓનો અમૂલ્‍ય ફાળો રહ્યો હતો.

ગુજરાત ટુરિઝમ, સ્‍પોટ્‍સ ઓથોરિટી ઓફ ગુજરાત, સોમનાથ મંદિર ટ્રસ્‍ટ તેમજ વિવિધ પ્રતિષ્‍ઠિત ઔદ્યોગિક અને સામાજિક સંસ્‍થાઓના સહકારથી આ સાહસ શકય બન્‍યું હતું.

આ કાર્યક્રમમાં બંક્‍મિ જોશી, દિનેશ હપાણી, પ્રકાશ કલોલા, નીરજ દોશી, શિવાભાઈ સોલંકી, નિલેશ રાજ્‍યગુરુ, મથુરેશ જાડેજા, વિનોદ જોશી, જયશ્રીબેન વાંકાણી, મૈત્રી જોશી, પ્રતાપ પરમાર, અશોક અઢીયા, દીક્ષિત ધાંજા, પરેશ ચુડાસમા, હેતલબેન શુકલા, સમીર શુકલા, રંજનબેન સોલંકી, અશ્વિન સોલંકી, જલ્‍પાબેન કુબાવત, વર્ષાબેન દોશી, હેતલબેન મેઘાણી તેમજ સ્‍કૂબા ડાઈવિંગ એક્‍સપર્ટ અંકિતાબેન પાનસુરીયા દ્વારા વિવિધ ક્ષેત્રે સેવાઓ આપવામાં આવી હતી.

ટીમના ફિઝિયો તરીકે ડો. શિવપાલસિંહ ઝાલા અને ડો. અક્ષય ભટ્ટ (શ્રી રામ સી સ્‍વિમિંગ ક્‍લબ, પોરબંદર) દ્વારા ખેલાડીઓને તબીબી સહાય અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્‍યું હતું.

આ સમગ્ર અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત ટુરિજમ, સ્‍પોર્ટ્‍સ ઓથોરીટી ઓફ ગુજરાત, સોમનાથ મંદિર ટ્રસ્‍ટ, જગજીવનબાપુ સેવા આશ્રમ સિમર ધામ, બાનલેબ પ્રા.લિ., કીચ આર્કિટેકચર પ્રા. લિ., મસકત પોલીમર્સ પ્રા.લિ., વિશાલ સર્જીકલ પ્રા.લિ., ફાર્મીગ ફૂડ પ્રોડક્‍ટ પ્રા.લિ., ઓરબિટ બેરિંગ ઈન્‍ડિયા પ્રા.લિ., સિલ્‍વર સ્‍ટાર એક્ષ્પોર્ટ, ટીલારા પોલીપ્‍લાસ્‍ટ પ્રા.લિ., દાવત બેવેજિસ પ્રા.લિ., જ્‍યોતિ સીએનસી, વિક્રમ વાલ્‍વ, ચોલો કાયક, રોલેક્‍સ રોલ્‍ડ રિંગ્‍સ, મેક્ષોલાઈન, સૌરાષ્‍ટ્ર કચ્‍છ ટ્રાયથલોન, ઉમિયા સ્‍ટીલ, ફાલ્‍કન પંપ, નેશનલ વાયર પ્રોડક્‍ટ જેવા પ્રતિષ્‍ઠિત સહયોગીઓનો સહકાર પ્રાપ્‍ત થયો હતો.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્‍વીમરો અને તેમના કોચ નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:43 PM IST)