તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
સ્ટેન્ડીંગમાં ૯ દરખાસ્તોનો છેદ ઉડયો : ૧ પેન્ડીંગ, બે નામંજુર, ૬ રી-ટેન્ડર
છેલ્લે-છેલ્લે શાસકોને ભાન આવ્યું : ખર્ચ બચાવવા કે અન્ય કારણ હોવાની મનપા લોબીમાં ભારે ચર્ચા

રાજકોટ, તા. પ : આજે મળેલ મનપાની છેલ્લી સ્ટેન્ડીંગમાં કુલ ૧૧પ દરખાસ્તો રજુ કરવામાં આવી હતી. જેમાંથી શાસકો દ્વારા એક દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે, જયારે બે ને નામંજુર કરવામાં આવી હતી. જયારે ૬ દરખાસ્તોનેહવે વધુ અભ્યાસ અને ખર્ચ બચાવવા કે અન્ય કારણોસર રી-ડેન્ડર કરવામાં આવતા મનપા લોબીમાં તરહ તરહની ચર્ચાઓ જોર પકડયું છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજે અંતિમ બેઠકમાં રૂ. ૧૦૭ કરોડથી પણ વધુમાં વિકાસ કામોને અટકાવી દેવામાં આવ્યા હતા. શહેરના વોર્ડ નં.૧૦ માં નવી વોર્ડ ઓફિસ તથા રોશની શાખાનો સ્ટોર બનાવવાના નિર્ણય સામે સ્થાનિકોમાંથી વિરોધ ઉઠતા દરખાસ્ત વધુ એક વખત પેન્ડિંગ રાખવામાં આવી છે.
જ્યારે ત્રણેય ઝોનના રસ્તાઓની સેન્ટ્રલ વર્ઝ ,ટ્રાફિક જંકશન વગેરેની વાર્ષિક જાળવણી અને નિભાવની કરવાના માટે રૂ. ૪.૫૦ કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્તમાં ભાવ વધુ જણાતાં દરખાસ્ત પેન્ડિંગ રખાય છે. કોર્પોરેશનમાં ટ્રી એન્ડ ગ્રીન સ્પેસમાં મોનિટરિંગ કરવાના કામમાં પણ ભાવ વધુ જણાતાં હતા સાથોસાથ આ કામની જરૂરિયાત ન જણાતા આ દરખાસ્ત પણ નામંજૂર કરવામાં આવી.
જ્યારે વોર્ડ નં.૪માં આજી નદી પર ભગવતીપરા -૫ પાસે બેઠું નાલુ બનાવવા માટેના કામમાં, વોર્ડ નં.૪માં ઓમ પાર્ક મેઇન રોડ પર બ્રિજ બનાવવાના કામમાં, સેન્ટ્રલ ઝોન અને ઇસ્ટ ઝોનના જુદા જુદા બગીચાઓ સિનિયર સિટીઝન પાર્ક તથા બાલ ક્રીડાગણની જાળવણી માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં, વોર્ડ નં.૮માં કાલાવાડ રોડ, નાના મવા રોડ વચ્ચેના બાકી રહેતા વિસ્તારોમાં ડીઆઈ પાઇપલાઇન નેટવર્ક ડીસ્ટ્રિબ્યુશન અને ડામર રોડ રેસ્ટોરેશનના કામમાં તથા રૈયા રોડ,નિર્મલા રોડ કાલાવડ રોડ, સહકારરોડ વચ્ચેના વિસ્તારમાં ડીઆઇ પાઇપલાઇનનું કામ અને રેસ્ટોરેશન વર્કમાં ભાવ ખૂબ જ વધુ લાગતા કુલ છ દરખાસ્તોમાં રિટેન્ડરિંગ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કયા કામનો કેટલો ખર્ચ મંજુર
રસ્તાકામ રૂ. ૨,૫૭,૪૫,૫૭,૭૮૪
ડ્રેનેજ રૂ. ૧,૦૫,૩૦,૦૫૩
પેવિંગ બ્લોક રૂ. ૬,૧૩,૧૩,૭૬૮
આર્થિક તબીબી સહાય રૂ. ૨૧,૫૧,૦૪૦
સી.સી. કામ રૂ. ૧૫,૫૧,૨૦૧
ડી.આઈ. પાઈપલાઈન રૂ. ૧,૨૦,૪૬,૬૨૦
શાળા / લાયબ્રેરી (બાંધકામ) રૂ. ૧૮,૯૭,૫૯,૪૦૩
સ્ટોર્મ વોટર ડ્રેઈન રૂ. ૧,૩૫,૯૦,૬૮૫
વોટર વર્કસ રૂ. ૬,૫૨,૫૧,૬૬૬
ગાર્ડન/વળક્ષારોપણ રૂ. ૨૮,૩૩,૮૮,૯૨૫
નવી વોર્ડ ઓફીરા / નવુ ફાયર સ્ટેશન રૂ. ૪૫,૮૫,૨૦,૭૪૯
ઝૂ/ એનિમલ હોસ્ટેલ/ રૂ. ૧,૭૩,૭૧,૧૫૬
માઈનોર બ્રીજ/બ્રીજ રૂ. ૪,૪૩,૦૬,૧૫૦
નવું આરોગ્ય કેન્દ્ર / લેબોરેટરી રૂ. ૫,૫૬,૭૭,૩૦૭
બોક્સ કલવર્ટ / સ્લેબ કલ્વર્ટ રૂ. ૧,૭૧,૪૪,૫૬૨
હોકર્સ ઝોન/શાક માર્કેટ રૂ. ૧૯,૮૨,૯૦,૮૪૯
કેમિકલ ટ્રાન્ટન્સપોર્ટેશન રૂ. ૧,૩૫,૯૭,૩૨૫
કેમિકલ ખરીદી રૂ. ૧,૫૯,૦૦,૦૦૦
રમતગમત / સ્પોર્ટસ સંકુલ રૂ. ૨૯,૯૫,૯૨,૪૬૬
કન્ટાલ્ટન્સી રૂ. ૧૫,૫૭,૬૦૦
બિલ્ડીંગ કામ/નવીનીકરણ રૂ. ૩૦,૯૭,૨૬,૯૬૦
નવી આંગણવાડી રૂ. ૧,૫૮,૫૨,૨૫૯
ફૂટપાથ / રોડ ડીવાઈડર રૂ. ૩,૨૧,૩૫,૩૪૧
કમ્પાઉન્ડ વોલ/દિવાલ રૂ. ૯૮,૮૭,૧૬૧
પે-એન્ડ-યુઝ ટોયલેટ (બાંધકામ) રૂ. ૩૭,૦૨,૪૧૪
કુલ ખર્ચ રૂ. ૪,૭૦,૭૪,૦૩,૪૪૪
આવક
ફૂટ કોર્ટ સંચાલન રૂા. ૧,૬૭,૩૦૭
દુકાન વેચાણ રૂા. ર,૯૬,૩૦૦૦૦
સ્ક્રેપ વાહન વેચાણ રૂા.૧,૧૧,ર૦૧
સર્કલ ડેવલપમેન્ટ રૂા. ૧૦,૪૩,૯૭ર
પે-એન્ડ- પાર્કિંગ રૂા. ૧૪,૬૧,૦૦૦
કુલ આવક.................. રૂા. ૩,ર૪,૧૩,૪૮૦
(4:07 PM IST)










