તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th March 2026
કોંગ્રેસની સેન્સ : ચૂંટણી લડવા મુરતીયાઓ તૈયાર : વોર્ડવાઇઝ ૧૦ થી ૧પ ફોર્મ અપાયા
પ્રભારીઓ માનસીંગભાઇ ડોડીયા અને જેમીબેન ઠુંમરની ઉપસ્થિતિમાં આજે અને કાલે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે

રાજકોટ : કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી જાહેરાતના પગલે આજે અને આવતીકાલે બે દિવસ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા થશે. આ લખાય છે ત્યારે બપોર સુધીમાં ચારથી પાંચ વોર્ડના ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા પૂરી થઇ ગઇ છે. બપોર બાદ પણ સેન્સ પ્રક્રિયા ચાલુ રહેશે. કોંગ્રેસના પ્રભારીઓ માનસીંગભાઇ ડોડીયા અને જેમીબેન ઠુંમર ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોની સેન્સ લઇ રહ્યા છે. દરેક વોર્ડમાંથી ૧૦ થી ૧પ ઉમેદવારોએ કોર્પોરેશનની ચૂંટણી લડવા ઇચ્છા દર્શાવી છે. તસ્વીરમાં સેન્સ લેતા પ્રભારીઓ માનસીંગભાઇ ડોડીયા અને જેમીબેન ઠુંમર તેમજ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા, વશરામભાઇ સાગઠીયા સહિતના આગેવાનો, જયારે નીચેની તસ્વીરમાં ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










