<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

વ્‍હોરા સોસાયટીના હિરેનભાઇ ધકાણનો ન્‍યારાના પાટીએ એસિડ પી આપઘાત

બે મહિનાથી સોની કામ ચાલતું ન હોઇ આર્થિક ભીંસમાં હતાં: એક દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૬: જામનગર રોડ માધાપર ચોકડી પાસે વ્‍હોરા સોસાયટીમાં રહેતાં હિેરનભાઇ જગજીવનભાઇ ધકાણ (ઉ.વ.૪૯) નામના વેપારીએ ન્‍યારા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. ધંધામાં મંદી આવવાને કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યાનું ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ વ્‍હોરા સોસાયટીમાં રહેતાં હિરેનભાઇ ધકાણે ગત ૨૦ના સવારે પડધરી નજીક ન્‍યારાના પાટીયા પાસે જઇ એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન તેમનું મૃત્‍યુ થતાં પડધરી પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનારા હિરેનભાઇ સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતાં હતાં. પણ બે મહિનાથી કામધંધો ચાલતો ન હોઇ તેના કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલુ ભર્યુ હતું. આપઘાત કરનારા હિરેનભાઇ એક બહેનથી મોટા હતાં. સંતાનમાં એક દિકરી છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. 

(11:27 AM IST)