<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

શ્રી પંચનાથ ટ્રસ્‍ટના પ્રમુખ દેવાંગ માંકડનો જન્‍મદિવસ : પ૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શ્રી પંચનાથ ટ્રસ્‍ટના પ્રમુખ અને વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર તેમજ સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍ય દેવાંગભાઇ માંકડનો આજે  જન્‍મદિવસ છે. તેઓ યશસ્‍વી જીવનના પ૩ વર્ષ પૂર્ણ કરી પ૪મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સ્‍વભાવે એકદમ સરળ અને શ્રી પંચનાથ ટ્રસ્‍ટના પ્રમુખ તેમજ હોસ્‍પિટલ, સ્‍કુલ, એનિમલ હોસ્‍ટેલમાં સક્રીય સેવા આપી રહ્યા છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્‍કના ડાયરેકટર પણ છે. કોર્પોરેટરની સાથોસાથ સ્‍ટેન્‍ડીંગ કમિટીના સભ્‍ય છે. બહોળુ મિત્રવર્તૃળ ધરાવતા
શ્રી દેવાંગભાઇ માંકડને જન્‍મદિને તેમના મો. ૯૮ર૪૪૦૭૮૩૯ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(12:00 PM IST)