તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th March 2026
સંગઠન, સેવા અને સંકલ્પના ત્રિવેણી સંગમ સમાન ડો. માધવ દવેના સફળ કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ : રાજકોટ ભાજપનો અજેય કિલ્લો.
શ્રેષ્ઠ નેતૃત્વ અને કાર્યકર્તાઓના પરિશ્રમથી રાજકોટમાં ખીલ્યું કમળઃ પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ શહેર ભાજપ સંગઠન : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની અંજાલિ સાથે આગામી મનપા ચૂંટણીમાં તમામ ૧૮-૧૮ વોર્ડ જીતવાનો મક્કમ નિર્ધાર

રાજકોટ : શહેર ભાજપના અધ્યક્ષ તરીકે અત્યંત સ્વચ્છ પ્રતિભા ધરાવતા ભાજપના યુવા નેતા ડો. માધવ દવે (મો. ૯૮૨૫૩ ૫૫૮૦૭) એ સેવા અને સંગઠનના સમન્વય સાથે એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. પ્રજાલક્ષી કાર્યો, પર્યાવરણ જતન અને ધાર્મિક ઉત્સવોના માધ્યમથી સંગઠનને મજબૂત બનાવી હવે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ અઢારે-અઢાર વોર્ડમાં ભવ્ય વિજય મેળવવાના લક્ષ્યાંક સાથે ટીમ રાજકોટ કાર્યરત થઈ છે.
રાજકોટ મહાનગર ભાજપના અધ્યક્ષ ડો. માધવ દવેના નેતૃત્વમાં શહેર સંગઠને જનસેવાના અનેક નવા સોપાન સર કર્યા છે. પદને હોદ્દો નહીં પણ જવાબદારી સમજીને ડો. માધવ દવેએ રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ રાજકોટને ભાજપનો અભેદ્ય કિલ્લો બનાવવાની નેમ સાથે એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ અવસરે તેમણે શહેરના પાયાના કાર્યકર્તાઓથી લઈને પ્રબુદ્ધ નાગરિકો અને મીડિયાનો આભાર માન્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને સાકાર કરવા રાજકોટ ભાજપ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.
જનસેવા અને પર્યાવરણના પ્રકલ્પો
ડો. માધવ દવેના કાર્યકાળ દરમિયાન સેવાકીય પ્રવૃત્તિઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શહેરના દરેક વોર્ડમાં ‘વથવંદના' કાર્યક્રમ હેઠળ આયુષ્યમાન કાર્ડની નોંધણી કરીને છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી છે. પર્યાવરણની જાળવણી માટે વડાપ્રધાનના ‘એક પેડ મા કે નામ' અભિયાનને જન આંદોલન બનાવી દરેક વોર્ડમાં વ્યાપક વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વળી, કમલમ કાર્યાલય ખાતે શહીદોની યાદમાં ‘ઓપરેશન સિદૂર' ના પ્રતીક રૂપે સિદૂર વૃક્ષનું વાવેતર કરીને રાષ્ટ્રભક્તિનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમિત રક્તદાન શિબિર અને સ્વાસ્થ્ય પરીક્ષણ કેમ્પો દ્વારા માનવતાની મહેક પ્રસરાવી છે.
આસ્થા અને સાંસ્કૃતિક ચેતનાના આયોજનો
રાજકોટ શહેર ભાજપ દ્વારા ધાર્મિક પરંપરાઓને પણ ગૌરવભેર જાળવવામાં આવી છે. છેલ્લા ઓગણીસ વર્ષથી અવિરત ચાલતા ગણપતિ મંગલ મહોત્સવને આ વર્ષે 'ઓપરેશન સિદૂર' ની થીમ પર ઉજવી ભક્તોમાં આકર્ષણ જમાવ્યું હતું. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટની ધર્મપ્રેમી જનતા માટે સોમનાથ દાદાના દર્શન અર્થે નિઃશુલ્ક ટ્રેન, ચા-નાસ્તો અને ભોજનની સુંદર વ્યવસ્થા સંગઠન દ્વારા કરવામાં આવી હતી. રેસકોર્સના મેદાનમાં યોજાયેલ 'નમોત્સવ' મલ્ટીમીડિયા ડ્રોન શોમાં વડાપ્રધાન મોદીના જીવન કવનની યશગાથા નિહાળી લાખો રાજકોટવાસીઓ અભિભૂત થયા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે લાભાર્થી બહેનોનું સન્માન કરીને નારી શક્તિના સશક્તિકરણની દિશામાં પણ મક્કમ ડગ માંડ્યા છે.
સંગઠન મજબૂતી અને આગામી ચૂંટણીનો શંખનાદ
સંગઠન ક્ષેત્રે ડો. માધવ દવેની કાર્યશૈલી અત્યંત પ્રભાવી રહી છે. નવનિયુક્ત વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓની વરણી અને શક્તિ કેન્દ્રના સંયોજકો માટેના પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકર્તાઓમાં નવી ઊર્જા ફૂંકવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના ભવ્ય રોડ-શો અને સન્માન સમારોહ દ્વારા સંગઠનની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજાલિ પાઠવી રાજકોટ માટે તેમની ખોટ કાયમી હોવાનું જણાવ્યું હતું.
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ અઢારે-અઢાર વોર્ડમાં કમળ ખીલવી ભાજપના શાસનને ફરી સ્થાપિત કરવાના લ્લઢ નિヘય સાથે ડો. માધવ દવેએ કાર્યકર્તાઓને એકસૂત્ર થઈ મેદાનમાં ઉતરવા હાકલ કરી છે.
(3:07 PM IST)










