News of Friday, 6th March 2026
કાલે હરીવંદના કોલેજ દ્વારા મિલેટ ફૂડ કાર્નિવલ
૫૦ વાનગી તેમજ રોજીંદા વપરાશના ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પ્રત્યે વૈજ્ઞાનિક પ્રયોગો-જાગૃતિ કાર્યક્રમ : ડો. સર્વેશ્વર અને ડો. કૃપાબેન ચોૈહાણના નેતૃત્વમાં કાર્યક્રમ

રાજકોટઃ સોૈરાષ્ટ્રની પ્રથમ હરોળની હરિવંદના કોલેજ દ્વારા તા.૭ના શનિવારે મિલેટ ફૂડ કાર્નિવલ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. અકિલા કાર્યાલય ખાતે અકિલાના મોભી શ્રી કિરિટભાઇ ગણાત્રા સાથે કોલેજના પ્રો. શકિતસિંહ ગોહીલ અને વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા.૬: સોૈરાષ્ટ્રની પ્રથમ હરોળની હરીવંદના કોલેજ વારંવાર વિદ્યાર્થીઓમાં કોૈેશલ્ય વધે તે માટે કાર્યક્રમ કરતા હોય છે. ત્યારે તા.૭ના શનિવારે આવતીકાલે હરિવંદના કોલેજ દ્વારા એક ભવ્ય મિલેટ ફૂડ કાર્નિવલ -૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.
હરીવંદના કોલેજના કેમ્પસ ડાયરેકટર ડો. સર્વેશ્વર અને ડો. કૃપાબેન ચોૈહાણના નેતૃત્વમાં યોજાનાર હરિવંદના કોલેજમાં મિલેટ ફૂડ કાર્નિવલમાં ૫૦ વાનગી અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પ્રત્યે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
હરિવંદના કોલેજ દ્વારા આગામી ૭ માર્ચ, ૨૦૨૬ ને શનિવારના એક વિશેષ મિલેટ ફૂડ કાર્નિવલ-૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારત સરકારની‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ'થી પ્રેરિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પરંપરાગત ધાન્ય (મિલેટ્સ) પ્રત્યે જાગળતિ લાવવાનો અને લુપ્ત થતી ગુજરાતી વાનગીઓને પુનઃજીર્વિત કરવાનો છે.
આ સાથે જ રોજિંદા વપરાશના ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પ્રત્યે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિતી સાથે લોકોનું ધ્યાન દોરવામાં આવશે. આ કાર્નિવલ મુંજકા સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ નજીક આવેલા હરિવંદના કોલેજના પટાંગણમાં યોજાશે.
મિલેટ આધારિત વાનગી પ્રદર્શન : બાજરી, જુવાર, રાગી જેવા પૌષ્ટિક ધાન્યોમાંથી બનેલી વિવિધ ગુજરાતી વાનગીઓનું વિશાળ પ્રદર્શન. અને આજના સમય માં રોજિંદા વપરાશ માં ઉપયોગમાં લેવાતી ખાદ્ય સામગ્રીમાં થતી ભેળસેળ ને ઘરે વૈજ્ઞાનીક રીતે પ્રયોગ કરી ને એ સામગ્રીમાં ભેળસેળ છે કે નહીં એ જાતે સાબિત કરી શકે એ પ્રકારના પ્રયોગો કરી ને માર્ગદર્શન આપવામાં આવશે હરિવંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઈ બી. ચૌહાણ જણાવ્યું હતું કે, ‘‘નવી શિક્ષણ નીતિ (NEP) મુજબ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ. આ કાર્નિવલ દ્વારા અમે સમાજમાં પૌષ્ટિક આહારની સંસ્કળતિને ફરી બેઠી કરવા માંગીએ છીએ.''
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ ક્ષેત્રના માંધાતાઓને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજકોટની જાહેર જનતાને આ પૌષ્ટિક આહારના મહોત્સવમાં સહભાગી થવા કોલેજ પરિવાર દ્વારા હાર્દિક નિમંત્રણ છે.
(2:48 PM IST)










