તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 6th March 2026
પુરવઠા ઓફીસમાં ભારે ફફડાટઃ સુરેન્દ્રનગરની ટીમ દ્વારા ઓચિંતુ ચેકીંગ
આખા વર્ષના હિસાબો અને સરકારી ફાઇલોની ઝીણવટભરી કરી ચકાસણી

રાજકોટ : શહેરની કલેક્ટર કચેરી ખાતે આવેલી પુરવઠા વિભાગની ઓફિસમાં ગઈકાલે દિવસભર ભારે દોડધામ અને ફફડાટ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગર પુરવઠા વિભાગની એક વિશેષ ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી આખા વર્ષના હિસાબો અને સરકારી ફાઈલોની ઝીણવટભરી ચકાસણી કરી હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના પુરવઠા અધિકારીના નેતળત્વમાં ૫ થી ૬ અધિકારીઓની ટીમે ગઈકાલે સવારે જ રાજકોટ પુરવઠા કચેરીમાં ધામા નાખ્યા હતા. આ ટીમે કચેરીમાં રહેલા રેકોર્ડ્સ અને ગત એક વર્ષના હિસાબો પોતાના હસ્તક લઈ તપાસ શરૂ કરી હતી. વર્ષ દરમિયાન કેટલું અનાજ આવ્યું અને તેનું વિતરણ કઈ રીતે થયું.સરકારી ચોપડે નોંધાયેલા આંકડા અને ગોડાઉનના સ્ટોક વચ્ચેની સમાનતા. અન્ય વહીવટી ફાઈલો અને પેન્ડિંગ કામગીરીની સમીક્ષા.
(3:34 PM IST)










