<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ધો.૧૦માં બેઝીક ગણીતનું પ્રશ્નપત્ર પાઠયપુસ્‍તક આધારીત સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ રાજીના રેડ

 

રાજકોટ, તા. ૬: ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦-૧ર ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. ધો. ૧૦-૧ર ના ત્રણેય પ્રશ્નપત્રો પાઠયપુસ્‍તક આધારીત નીકળ્‍યા છે.

ધો. ૧૦ માં આજે બેઝીક ગણીતનું પ્રશ્નપત્ર પાઠયપુસ્‍તક આધારીત સહેલુ નીકળતા પરીક્ષાર્થીઓ હળવાફુલ અને રાજીના રેડ થયા હતા.

ધો. ૧૦ માં આજે બેઝીક ગણીતનું પ્રશ્નપત્ર પ્રમય સહિત અનેક પ્રશ્નો પાઠયપુસ્‍તક મુજબ જ પુછાયા હતા. પરીક્ષાર્થીઓ આત્‍મવિશ્વાસ પૂર્વક ઉતરો આલેખતા નજરે પડયા.

(3:42 PM IST)