<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્રમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય થયાની વાતો અફવાઃ ડીસીપી જગદીશ બાંગરવા

લોકો ગેરસમજનો શિકાર બની નિર્દોષ મહિલા-પુરૂષોને મારકુટ કરે છેઃ વાયરલ મેસેજમાં કોઇ તથ્‍ય નથીઃ કોઇએ પણ અફવાઓ પર ભરોસો કરવો નહિ અને ખરાઇ કર્યા વગર આવા વિડીયો-મેસેજ ફોરવર્ડ કરવા નહિ : શંકાસ્‍પદ વ્‍યક્‍તિ કે પ્રવૃત્તિ નજરે પડે તો તુરંત જ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો અથવા ૧૧૨ નંબર ઉપર સંપર્ક કરોઃ કાયદો હાથમાં ન લેવોઃ જરૂર પડયે અફવા ફેલાવનારા સામે પણ કાર્યવાહી થશે ?રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રમાં બાળકો ઉઠાવી જતી ગેંગ સક્રિય હોવાની વાતો માત્ર અફવાઃ ઝઘ્‍ભ્‍ ક્રાઈમ જગદીશ બાંગરવાની મહત્‍વની સ્‍પષ્ટતા

રાજકોટ તા. ૬: છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને વ્‍હોટ્‍સએપ ગ્રુપોમાં બાળકોને ઉપાડી જતી ટોળકી સૌરાષ્‍ટ્ર અને રાજકોટમાં સક્રિય થઈ હોવાના વિડિયો અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ મામલે રાજકોટ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ વિગતવાર સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું છે કે આવી અફવાઓ પર લોકોએ ભરોસો ન કરવો જોઈએ. પોલીસ રેકોર્ડ મુજબ અત્‍યાર સુધી રાજકોટ કે આસપાસના વિસ્‍તારોમાં બાળકોને ઉપાડી જતી કોઈ પણ ગેંગ સક્રિય હોવાના કિસ્‍સા સામે આવ્‍યા નથી કે આવી કોઈ ફરિયાદ પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ નથી. આ પ્રકારની તમામ વાતો માત્ર પાયાવિહોણી અફવા છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસરી રહી છે.

ડીસીપી જગદીશ બાંગરવાએ વધુમાં ઉમેર્યું હતું કે આવી અફવાઓના કારણે લોકો ગેરસમજનો શિકાર બની રહ્યા છે. કેટલાક કિસ્‍સાઓમાં ભીડ દ્વારા શંકાના આધારે નિર્દોષ પુરૂષો અને મહિલાઓને માર મારવાના બનાવો પણ બન્‍યા છે, જે અત્‍યંત ચિંતાજનક છે. લોકોએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. જો કોઈ પણ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ કે પ્રવળત્તિ નજરે પડે તો તુરંત જ સ્‍થાનિક પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો અથવા ૧૧૨ નંબર પર કોલ કરીને પોલીસને જાણ કરવી જોઈએ. સોશિયલ મીડિયા પર આવતા મેસેજને ખરાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરવા માટે પણ તેમણે અપીલ કરી છે.

શ્રી બાંગરવાએ વાલીઓને પણ આશ્વાસન આપતા કહ્યું છે કે તેમણે ગભરાવાની જરૂર નથી. તેમણે વાલીઓને સલાહ આપી છે કે નાના બાળકોનું ખાસ ધ્‍યાન રાખવું અને જ્‍યારે તેઓ ઘરની બહાર જાય ત્‍યારે પરિવારના કોઈ સભ્‍ય તેમની સાથે રહે તે હિતાવહ છે. ખાસ કરીને વ્‍હોટ્‍સએપ અને અન્‍ય ડિજિટલ પ્‍લેટફોર્મ પર ખોટી રીતે પેનિક ફેલાવતા મેસેજથી બચવું જોઈએ અને જવાબદારીપુર્વક વર્તવું જોઈએ. પોલીસ સતત સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર વોચ રાખી રહી છે અને આવી અફવાઓ ફેલાવનારાઓ સામે પણ જરૂર પડયે કાર્યવાહી કરવામાં આવશે.

(3:46 PM IST)