<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

કાલે મેયર નયનાબેનનો જન્‍મદિવસઃ જીવદયા કાર્યો થકી ઉજવણી

મેયર બંગલા ખાતે સવારે ૭:૩૦ થી ૮:૩૦ કુંડા- માળાનું નિઃશુલ્‍ક વિતરણ

રાજકોટ તા.૬: શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાનો કાલે જન્‍મદિવસ છે. જીવદયાપ્રેમી મેયર નયનાબેન દ્વારા જન્‍મદિવસે મુંગા અબોલ જીવો માટે પાણીના કુંડા તથા પક્ષીના માળાનું કાલે સવારે ૭:૩૦ થી ૮:૩૦ દરમ્‍યાન મેયર બંગલો, રેસકોર્ષ રીંગ રોડ ખાતે નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યમાં શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટનો સહયોગ મળેલ છે. લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

(3:48 PM IST)