<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

ઇન્‍દ્રનીલ રાજયગુરુએ લીધી રાજકીય નિવૃતિ

કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષને જોરદાર ફટકો : અચાનક નિર્ણય જાહેર કરતા અનેક રાજકીય તર્કવિતર્કઃ સત્તાવાર કારણ ૬૦ વર્ષ પુરા થતાં હોવાનું પણ બીજું જ કંઇક હોવાની ચર્ચા

 

 

રાજકોટ તા.૭: રાજકોટના રાજકારણમાં આજે એક મોટા સમાચાર સામે આવ્‍યા છે. કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુએ અચાનક રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતા રાજકીય ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે. વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા અને રાજકોટ પૂર્વ બેઠક પરથી ધારાસભ્‍ય તરીકે સેવા આપી ચૂકેલા ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુએ પોતાના રિટાયરમેન્‍ટની પુષ્ટિ કરી છે.

ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ રાજકોટના રાજકારણમાં એક મજબૂત નામ માનવામાં આવે છે. તેઓ માત્ર એક નેતા જ નહીં પરંતુ કોંગ્રેસના એક એવા ચહેરા તરીકે જાણીતા હતા જે હંમેશા સક્રિય રહીને પક્ષ માટે મહત્‍વની ભૂમિકા ભજવતા હતા. ભૂતકાળમાં ધારાસભ્‍ય તરીકે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક લોકપ્રશ્નોને વાચા આપી હતી. જોકે, હવે તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે, જે રાજકોટ કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુની નિવૃત્તિની જાહેરાત બાદ રાજકોટના રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે.તેમણે પોતાના નિવૃત્તિ પાછળના કારણો હજુ સ્‍પષ્ટ કર્યા નથી, પરંતુ આ સમાચાર સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી રહ્યા છે. તેમણે એક ુલાકાતમાં જણાવુયં હતું કે, ટાયરમેન્‍ટ જાહેર કર્યુ છે. તેમને કહ્યુ કે ૨૬ જૂને મને ૬૦ પૂરા થાય છે ત્‍યારે રીટાયરમેન્‍ટ એજ મારા માટે શ્રેષ્‍ઠ છે. આમ સ્‍પષ્‍ટ થાય છે કે આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને તેમના નેતૃત્‍વનો લાભ નહિં મળે. રાજકોટના કોંગી રાજકારણમાં મોટો ખળભળાટ સર્જાયો છે. સૌ કોઈ જાણે છે કે શ્રી ઈન્‍દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસના રાજયકક્ષાએ ખૂબ જ શકિતશાળી અને તાકતવર નેતા છે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું  કે હું હવે રાજકીય પ્રચારથી દુર રહીશ કોઇ કાર્યક્રમોમાં પણ હાજરી નહિ આપુ પરંતુ કોંગ્રેસી પક્ષને માનસિક- આર્થિક-રાજકીય સલાહસૂચન કે સપાર્ટની જરૂર હશે તો તે માટે મારા દ્વાર હમેંશ માટે ખુલ્લા છે

અત્રે એ નોંધનીય છે કે તેમણે સક્રિય રાજકારણમાંથી નિવૃતિ લીધી તેનાથી કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ફટકો પડશે એ નિશ્‍ચિત છે. જો કે તેમણે સત્તાવાર રીતે ૬૭ વર્ષ પુરા થઇ રહ્યાં હોવાનું બહાનું આપ્‍યું છે પણ કારણ બીજુ કંઇ હોય તો નવાઇ નહિ.

તેઓ છેલ્લા ૩-૪ માસથી સાવ નિષ્‍ક્રીય હતાં એ પણ અત્રે નોંધનીય છે. તેમણે  પોતાની નિવૃતિની જાણ પક્ષના માવડીઓને કરી દીધી હોવાનું જાણવા મળે છે.  

ઇન્‍દ્રનીલની નિવૃતિ પાછળ કોંગ્રેસનો આંતરિક કકળાટ જવાબદાર? કાર્યાલયનો વિવાદ તો નથી ને?

શહેર પ્રમુખને પણ કોઇ પણ આમંત્રણ નહિ આપવા-સલાહ લેવા ન આવવું એવું જણાવ્‍યાની ચર્ચા : ચૂંટણી વખતે જ ધડાકો કરતાં કોગ્રેંસ સ્‍તબ્‍ધઃ વ્‍યુહરચના નવેસરથી ઘડવી પડે તેવા દિવસો

રાજકોટ તા.૭: કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ ધારાસભ્‍ય શ્રી ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને રાજકીય આલમમાં ખળભળાટ મચાવી દીધો છે. જૂન ૨૦૨૬માં ૬૦ વર્ષ પૂરા થતા હોવાનું કારણ આપી તેઓએ પક્ષના કાર્યક્રમોથી અંતર જાળવી લીધું છે. જોકે, આ પાછળ કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અને કાર્યાલયના વિવાદો પણ જવાબદાર હોવાની ચર્ચાઓએ જોર પકડ્‍યું છે.

કોંગ્રેસ અને જૂથવાદ જાણે એક જ સિક્કાની બે બાજુઓ હોય તેમ ફરી એકવાર આંતરિક કલહ સપાટી પર આવ્‍યો છે. કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુએ અચાનક રાજકીય સંન્‍યાસની જાહેરાત કરતા સ્‍થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ્‍યગુરુએ સ્‍પષ્ટતા કરી છે કે ૨૬ જૂન ૨૦૨૬માં તેઓ સાઠ વર્ષના થઈ રહ્યા છે, તેમણે હળવા મૂડમાં કહ્યું કે મારી પાસે ચાર મહિનાની રજા પેન્‍ડિંગ પડી છે !!!તેથી તેઓ હવે નિવૃત્ત થઈ રહ્યા છે. આ અંગે તેમણે શહેર કોંગ્રેસના મવડી મંડળને થોડા સમય પહેલા જ સંકેત આપી દીધા હતા.

ચૂંટણીના ટાણે જ કોંગ્રેસમાં આંતરિક ડખો ઉઘાડો પડ્‍યો છે. જંગલેશ્વરના મુદ્દે ડો. વસાવડાની સ્‍પષ્ટ વાત બાદ હવે શ્રી રાજ્‍યગુરુની નારાજગી સામે આવી છે. જાણવા મળતી વિગતો મુજબ, શ્રી ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુએ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિહ જાડેજાને રોકડું પરખાવી દીધું છે કે, હવે પછીના કોઈપણ કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવું નહીં અને કોઈપણ પ્રકારની સલાહ લેવા માટે તેમની પાસે આવવું નહીં.

શ્રી ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરુ જ્‍યારે આમ આદમી પાર્ટીમાંથી પરત આવ્‍યા ત્‍યારે જ ડો. હેમાંગ વસાવડા, અશોકસિહ વાઘેલા અને મહેશ રાજપૂત સહિતના નેતાઓએ નારાજગી વ્‍યક્‍ત કરી હતી. અતુલ રાજાણી જ્‍યારે શહેર પ્રમુખ હતા, ત્‍યારે કાર્યાલય બાબતે થયેલો વિવાદ હજુ પણ શમ્‍યો નથી. શ્રી  રાજદીપસિહ જાડેજાએ કોંગ્રેસનું કાર્યાલય શ્રી  રાજ્‍યગુરુની જગ્‍યા પર યથાવત રાખતા આ વિવાદ વધુ ઘેરો બન્‍યો હતો.

એક તરફ મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક છે, ત્‍યારે રાજ્‍યગુરુએ જાહેર કાર્યક્રમોથી છેડો ફાડી લીધો છે. ઉમેદવારોની પસંદગી માટે જ્‍યારે મવડી મંડળે તેમના સૂચનો માંગ્‍યા ત્‍યારે તેમણે ઘસીને ના પાડી દીધી હતી. જોકે, તેમણે એમ ચોક્કસ કહ્યું છે કે તેઓ આર્થિક રીતે પક્ષને મદદ કરવા તૈયાર છે, પરંતુ સક્રિય રીતે કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેશે નહીં.

આમ, રાજકોટ કોંગ્રેસના એક મજબૂત ગણાતા નેતાએ કિનારો કરી લેતા પક્ષની મુશ્‍કેલીઓમાં વધારો થયો છે.

 

(3:07 PM IST)