તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th March 2026
સોની બજારમાં વર્ષોથી બંધ પડેલા મકાન પાસે લાકડા-કચરાના ઢગલામાં આગ
ફાયર બ્રિગેડ ટીમે પહોંચી આગ કાબુમાં લીધી

રાજકોટ તા.૭: સોની બજાર દશાશ્રી માળી હોસ્પિટલ પાછળની શેરીમાં આવેલ બંધ મકાનમાં રાત્રે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના જવાનોએ સમય સુચકતા વાપરીને આગને કાબૂમાં લેતા જાનહાનિ ટળી હતી. ઘટનાની વિગત એવી છે કે, સોની બજાર દશાશ્રી માળી હોસ્પિટલ પાછળની શેરીમાં આવેલ બંધ મકાનમાં આગ લાગી હોવાનો હરેશભાઈ શીયાળે ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમોએ પહોંચી આગ કાબુમાં લીધી હતી.
બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચાવડા પણ પહોંચ્યા હતાં. કનક રોડ ફાયર સ્ટેશનથી સંજયભાઈ નાગલાણી, જયસુખભાઈ ધરજીયા, ભીખુભાઈ, શૈલેષભાઈ, સંજયભાઈ ધરજીયા, ખોડુભા, રાકેશભાઈ ગોહિલ, મિતુલ સોલંકી, સહદેવવાળા અને બેડીપરા ફાયર સ્ટેશનથી વિપુલભાઈ વાળા, સહદેવભાઈ, ભીખાભાઈ સહિતના કુલ ત્રણ ગાડીઓ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. જ્યાં પાણીનો મારો ચલાવી લાકડાં અને કચરામાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડની સમય સૂચકતાના પગલે સદ્દભાગ્યે જાનહાનિ ટળી હતી.
(2:14 PM IST)










