<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

સનસાઇન ગૃપ ઑફ ઇન્‍સ્‍ટિટયુશન : આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી

રાજકોટ : તાજેતરમાં સનસાઇન ગૃપ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ડૉ. ફાલ્‍ગુની સુરેજા, ડૉ. પ્રિયંકા સુતરીયા, શ્રીમતી બિલિન્‍દા હાઇલેન્‍ડ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ પ્રસંગ અનુરૂપ મહિલાઓની ભાગીદારી, વુમન્‍સ એમ્‍પાવરમેન્‍ટ, મહિલાઓની અલગ-અલગ જવાબદારીઓ અને મહિલાઓના ઉજવળ ભવિષ્‍ય અંગે વક્‍તવ્‍યો રજૂ કરી ઉપસ્‍થિત ૧૦૦થી વધુ વિદ્યાર્થીની બહેનોને પ્રોત્‍સાહિત કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડૉ. કોમલ પટેલ અને ડૉ. ખુશ્‍બુ દવેએ કર્યાનું સ્‍કુલની યાદિમાં જણાવાયું છે. સનસાઇન ગૃપના ડિરેકટર ડૉ. પ્રો. વિકાસ અરોરાના નેતૃત્‍વ હેઠળ સનસાઇન ગૃપના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્‍થાના ચેરમેન શ્રી મિનેશ માથુર દ્વારા સમગ્ર ટીમને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવ્‍યાનું જણાવાયું છે. 

(2:34 PM IST)