News of Saturday, 7th March 2026
શહેર ભાજપ દ્વારા મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની શુભેચ્છા

રાજકોટ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છા પાઠવતાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનું નેતળત્વ સંભાળી રહયા છે ત્યારથી એટલે કે ૧૦ વર્ષથી તેઓ મહિલાઓના ઉત્કર્ષ, ઉધ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહયા છે. મહિલાઓના ઉધ્ધાર માટે આર્થિક, શૈક્ષણિક, સામાજીક, વિજ્ઞાનક્ષેત્ર, અભિનય ક્ષેત્રે, વ્યાપાર ઉદ્યોગક્ષેત્રે, ટેકનોલોજીના ઉચ્ચ હોદ્દાઓ, તથા દેશની સુરક્ષામાં પણ મહિલાઓ અગ્રેસર રહી છે. જ્ઞાન-વિજ્ઞાનનું ક્ષેત્ર હોય કે લોકતંત્ર અને રાજનીતી હોય, આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ છે. મહિલાઓની આવી જ ઉપલબ્ધીઓ અને તેમની સશકત ભાવનાની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે વિકસિત ભારતના નિર્માણમાં મહિલાઓની ભાગીદારી સુનિヘતિ કરવા બજેટમાં મહિલાલક્ષી યોજનાઓ દ્વારા મહિલાઓના નાણાકીય રીતે સધ્ધર બને તે માટે મુદ્રા યોજના, લખપતિ બહેન (પ્રધાનમંત્રી આવાસ યોજના), જન ધન યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્વનિધિ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સ્વ સહાય જૂથ નાણાકીય સહાય જેવી યોજનાઓના લાભ જરૂરીયાતમંદ બહેનો લઇને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકેલ છે અને આર્થિક રીતે સશકત અને સ્વતંત્ર બની શકી છે. અંતમાં ડો. દવેએ જણાવ્યું હતું કે જ્યાં હંમેશા નારીની પૂજા અને સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.
(2:35 PM IST)










