<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મેયર નયનાબેનનો આજે જન્‍મદિનઃ રાજનીતિનો રંગ, સેવાનો સંગ, હૈયે ઉમંગ

રાજકોટઃ શહેરના મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઇ પેઢડિયાનો આજે જન્‍મદિન છે તેમનો જન્‍મ તા. ૦૭ માર્ચ ૧૯૭૨ના દિવસે થયેલ આજે યશસ્‍વી જીવનના  પંચાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ સંગઠનના વિવિધ પદ પર નિષ્‍ઠાપૂર્વક કામગીરી કરી ચૂકયા છે. સમગ્ર પરિવાર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સંસ્‍કારોથી સુવાસિત છે. આજે સવારે તેમણે કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી પક્ષીઓના કુંડા અને માળાનું વિતરણ કરી જન્‍મદિનની સેવામય ઉજવણી કરી છે. (મો. ૯૪૨૮૨ ૩૩૧૨૬)  સર્જન ફાઉન્‍ડેશનના સુરેશભાઇ પરમાર કાળુ મામા વડેરીયા  પ્રકાશભાઇ સોલંકી સર્જન ફાઉન્‍ડેશનના સભ્‍યો તેમજ સમર્પણ ગ્રૂપના વિનોદભાઇ ચોટલીયા  ચેતનભાઇ અજાણી પ્રવીણભાઇ ગોસ્‍વામી તેમજ મોર્નિગ રેસકોસ ગ્રૂપ, જય સીયારામ મિત્ર મંડળના હરેશભાઇ હરિયાણી અને સમગ ્ર ટીમ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી ટપુભાઇ લીંબાસીયા પંકજભાઇ સાપરિયા  રમેશભાઇ ઠક્કર વગેરે ઉપસ્‍થિત રહયા હતા. 

(2:38 PM IST)