<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

મનપા દ્વારા સર્વાઇકલ કેન્‍સર સામે રસીકરણ અભિયાનનો પ્રારંભ

 

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અખિલ હિન્‍દ મહિલા પરિષદ શહેરી પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર, લક્ષ્મીવાડી, રાજકોટ ખાતે મહિલાઓને સર્વાઈકલ કેન્‍સર સામે રક્ષણ આપવા માટે રાજ્‍યની ૦૧ જાન્‍યુ. ૨૦૧૧ થી ૨૯ના સમયગાળા મુજબ જન્‍મ લેનાર ૧૪ વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવ્‍યુ. રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં અંદાજિત ૧૨,૧૯૯ કિશોરીઓને એચપીવી વેક્‍સિન આપવામાં આવશે, જેથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં ગર્ભાશયના મુખના કેન્‍સર સામે મજબૂત સુરક્ષા કવચ ઊભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે.  આ કાર્યક્રમમાં મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, આરોગ્‍ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ભાજપ કાર્યાલય મંત્રી મહેશભાઈ પરમાર, વોર્ડના હોદેદારો, આરોગ્‍ય અધિકારી જે.એલ.વંકાણી, આરોગ્‍ય શાખાના કર્મચારીઓ, લાભાર્થી કિશોરીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ.

(3:10 PM IST)