<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

વોર્ડ નં.૧નો જે.કે. પાર્ક વિસ્‍તાર પેવિંગ બ્‍લોકથી મઢાશે : કામનો પ્રારંભ

 

રાજકોટ : વોર્ડ નં.૧માં આવેલ કલ્‍પતરુ એપાર્ટમેન્‍ટ જે.કે પાર્ક મેઈન રોડ પર રૂ.૧૧.૧૩ લાખના ખર્ચે જન ભાગીદારી યોજના હેઠળ રસ્‍તાની બંને સાઈડ સોલ્‍ડરમાં પેવીંગ બ્‍લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી ડો.દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, કોર્પોરેટર  ડો. હિરેનભાઈ ખીમાણીયા, ડો.અલ્‍પેશભાઈ મોરજરીયા, દુર્ગાબા જાડેજા, વોર્ડ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, વોર્ડ મહામંત્રી નાગજીભાઈ વરુ, રાણાભાઈ ગોજીયા તેમજ વોર્ડના બધા સંગઠન સભ્‍યો તથા વિસ્‍તારના આગેવાનો ઉપસ્‍થિત રહેલ.(

(3:11 PM IST)