<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

શહેરના પ્રથમ નાગરિક નયનાબેન પેઢડીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના મેયર અને વોર્ડ નં.૪ના કોર્પોરેટર નયનાબેન વિનોદભાઈ પેઢડીયાનો જન્‍મ ૦૭ માર્ચ  ૧૯૭રના રોજ થયેલ. આજે તેઓ પોતાના યશસ્‍વી જીવનસફરના ૫૪ વર્ષ પૂર્ણ કરી, ૫૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. મેયર નયનાબેન પેઢડીયાએ વર્ષ ૨૦૦૧થી વોર્ડ નં.૭માં વોર્ડ પ્રમુખ તરીકે જાહેરજીવનમાં સૌપ્રથમ વખત શરૂઆત કરેલ. ત્‍યારબાદ વર્ષ ૨૦૦૫માં મહિલા મોરચા શહેરમાં કોષાધ્‍યક્ષ, વર્ષ ૨૦૦૭માં મહિલા મોરચા શહેર મંત્રી, વર્ષ ૨૦૦૮માં શહેર ભાજપ સંગઠનમાં મંત્રી, વર્ષ ૨૦૧૨માં રાજકોટ મહાનગર ભાજપ સંગઠન પર્વના સહઅધિકારી, વર્ષ ૨૦૧૫માં  મહાનગર ભાજપ દ્વારા વોર્ડની બુથ સમિતિની સરચનાના સહઅધિકારી, વર્ષ ૨૦૧૧માં  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્‍ય, વર્ષ ૨૦૧૨માં   મહાનગર ભાજપ સંગઠન પર્વના સહ ઇન્‍ચાર્જ, વોર્ડ-૭ ઓનલાઇન સભ્‍ય નોંધણી સહ ઇન્‍ચાર્જ, રાજકોટ શહેર કારોબારી સદસ્‍ય, તેમજ ત્‍યારબાદ વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૨૧ સુધી શહેર મહિલા મોરચાના પ્રમુખ તરીકેની સફળતાપૂર્વક જવાબદારી નિભાવી હતી.  વર્ષ ૨૦૨૧ની  મહાનગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીમાં  મહાનગરપાલિકાના વોર્ડ નં.૪ના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલ અને સ્‍ટેન્‍ડિંગ કમિટીના સભ્‍ય તરીકે અઢી વર્ષ સુધી જવાબદારી  નિભાવેલ હતી. તેઓ  તા.૧૨સપ્‍ટેમ્‍બર-૨૦૨૩થી રાજકોટ મહાનગરપાલિકાના ૨૨માં  મેયર તરીકે તેમની વરણી થયેલ છે અને આશરે ૨.૫ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકાના  મહિલા મેયર તરીકે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી રહ્યા છે. (મો. ૯૪૨૮૨ ૩૩૧ર૬)

 

(3:14 PM IST)