News of Saturday, 7th March 2026
જીલ્લા પંચાયત પાસે વૂમન ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો દીપ પકડાયો
મોબાઇલમાં આઇડી ખોલી હતીઃ ડીસીબીની ટીમે પકડીને મોબાઇલ-સીમકાર્ડ કબ્જે કર્યા

રાજકોટ તા. ૭: પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે જાહેરમાં મોબાઈલ ફોન પર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે જિલ્લા પંચાયત ચોક પાસે રોડ ઉપર એક શખ્સ પોતાના મોબાઈલમાં આઈ.ડી. મારફતે ક્રિકેટ મેચ પર પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યો છે. આ માહિતી પરથી તપાસ કરતાં દીપ અમળતભાઈ ભુત (રહે. ઇસ્કોન એમ્બીટો, વીંગ જી- ફ્રલેટ નં. ૧૧૦૨, મવડી ચોકડી) નામનો શખ્સ મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી મોબાઈલ ફોન ચેક કરતા તેમાં એક વેબસાઈટ પર ઈન્ડિયા વુમન અને ઓસ્ટ્રેલિયા વુમન વચ્ચેની ક્રિકેટ મેચ પર સેશન (રન થાય અથવા ન થાય)ના પૈસા લગાડી જુગાર રમતો હોવાનું ખુલ્યું હતું. આ શખ્સ દીપ-૨૦૨૬ યુઝરનેમ ધરાવતી આઈ.ડી. દ્વારા ૧,૫૦૦ રૂપિયાના સોદાના આંકડા સાથે જુગાર રમી રહ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા સિમકાર્ડ કબજે કર્યું છે. પીએસઆઇ એ. એન. પરમાર અને સ્ટાફે કાર્યવાહી કરી હતી.
(3:14 PM IST)










