<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

"ઓહોહો... રાજકોટમાં ગરમીએ ભૂકા કાઢ્યા, પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો,, સિઝનનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું

માર્ચ મહિનામાં જ લોકો મે માસની કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે

રાજકોટ:સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં આજે ઉનાળાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા રાજકોટવાસીઓ તોબા પોકારી ઉઠ્યા છે. આ તાપમાન ચાલુ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું છે.

બપોરના સમયે રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. ગરમ પવનો (લૂ) ફૂંકાવાને કારણે ટુ-વ્હીલર ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 થી 5 દિવસમાં તાપમાનમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. માત્ર રાજકોટ જ નહીં, પરંતુ અમદાવાદ અને અમરેલી જેવા શહેરોમાં પણ પારો 38-39 ડિગ્રીની આસપાસ રહ્યો છે.

(5:42 PM IST)