તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 9th March 2026
જીતની ખુશી : ભારતે વર્લ્ડકપ જીતી લેતા રાજકોટના માર્ગો ઉપર તિરંગા સાથે લોકો ઉમટયા : ઠેરઠેર આતશબાજી

રાજકોટ : ગઇકાલે ક્રિકેટમાં ટી-ટવેન્ટી વર્લ્ડ કપનો ફાઇનલ મેચ હતો. જેમાં ન્યુઝીલેન્ડને હરાવી ભારતીય ટીમે વટ ભેર જીત હાંસલ કરતા દેશભરના લોકોમાં ખુશી છવાઇ હતી. ત્યારે રાજકોટ આ જીતના જશ્નમાં કેમ પાછળ રહે. ભારત વિજેતા બનતાની સાથે જ લોકો તિરંગા સાથે માર્ગો ઉપર નિકળી પડયા હતા. ઠેરઠેર ફટાકડાની આતશબાજી થઇ હતી. મોડી રાત્રી સુધી આકાશ ગાજતુ રહ્યુ હતુ. કોઇએ પેંડા વિતરણ કરી સૌના મોઢા મીઠા કરાવ્યા હતા. આનંદની ચીચીયારીઓ સાથે લોકોએ આ જીતનો જશ્ન મનાવ્યો હતો. જે વિવિધ તસ્વીરોમાં જોઇ શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:19 PM IST)










