<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

ત્રંબા નજીક બાંધકામ સાઇટ પરથી ખીલાસરી ચોરીમાં પડધરી-રાજકોટના બે પકડાયાઃ ત્રણની શોધખોળ

ક્રાઇમ બ્રાંચે જામનગર રોડ પરથી રિક્ષા સાથે અજય અને વિનોદને પકડાયાઃ શીતળાધારાના અશોક, રાહુલ અને રોહિતના નામ ખુલ્‍યા

રાજકોટ તા. ૯: ત્રંબા નજીક વડાળીથી ત્રંબા જતાં રોડ પર બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્‍યાંથી લોખંડની ખીલાસરી ૨૫૦ કિલો ચોરાઇ ગઇ હતી. આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી બે શખસોને પકડી લઇ ઓટો રિક્ષા તથા ખીલાસરી કબ્‍જે કર્યા છે. ઝડપાયેલા શખ્‍સો પડધરીના સરપદડ અને રાજકોટના છે. ચોરીમાં વધુ ત્રણ શખ્‍સોના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે.

જાણવા મળ્‍યા મુજબ અનડીટેક્‍ટ ચોરીના ગુના ઉકેલવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે  હેડકોન્‍સ. જયરાજસિંહ કોટીલા, ધારાભાઇ વાનરીયા, રાજેશભાઇ જળુને બાતમી મળતાં    બે શખ્‍સોને જામનગર રોડ પથીકાશ્રમ પાસેથી રિક્ષા અને ખીલાસરી સાથે પકડી લીધા હતાં. પોલીસે બે શખ્‍સો અજય મનોજભાઇ વાળા (ઉ.વ.૨૫-રહે. સરપદડ તા. પડધરી) અને વિનોદ સંજયભાઇ મકવાણા (ઉ.વ.૨૧-રહે. શીતળાધાર કોઠારીયા સોલવન્‍ટ સરાદર ગોૈશાળા પાસે)ને પકડી લઇ ૧૫ હજારની ખિલાસરી તથા ૭૫ હજારની રિક્ષા કબ્‍જે કર્યા છે.

આ ચોરીમાં શીતળાધારમાં રહેતાં અન્‍ય ત્રણ શખ્‍સો રોહિત જસમત દેવીપૂજક, રાહુલ જસમત દેવીપૂજક અને અશોક ધીરૂ દેવીપૂજકના નામ ખુલતાં શોધખોળ થઇ રહી છે. ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,  એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમીતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. દીપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજસિંહ કોટીલા, સંજયભાઇ રૂપાપરા, રાહુલભાઇ ગોહેલ, ધારાભાઇ વનારીયાએ આ કામગીરી કરી હતી.

(2:24 PM IST)