<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

બેડીનાકા પાસે મકાનમાં દારૂની મહેફીલ પર દરોડોઃ ૭ બંગાળી કારીગર ઝડપાયા

એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના ચપલા પણ કબ્‍જે કર્યા

 

રાજકોટ તા. ૯: શહેરના બેડીનાકા વિસ્‍તારમાં એક મકાનમાં દારૂની મહેફીલ ચાલુ હોવાની બાતમી મળતાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી ૭ બંગાળી શખસોને ઝડપી લીધા હતાં. પોલીસે ઘટનાસ્‍થળેથી વિદેશી દારૂના ચપલા સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળ્‍યા મુજબ એ-ડિવીઝન પોલીસની ટીમ દારૂ જૂગારના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. સંજયભાઇ ચાવડા, મનિષભાઇ ફાંગલીયાને બાતમી મળી હતી કે બેડીનાકા ટાવર પાસે પ્રભાકરભાઈના મકાનમાં કેટલાક લોકો ગેરકાયદેસર દારૂની મહેફિલ માણી રહ્યા છે. પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા ૭ બંગાળી શખ્‍સો નશાની હાલતમાં મળી આવ્‍યા હતા. પોલીસે મહેફીલમાંથી જેને પકડયા તેમાં સૌરવભાઈ સાસધાર દોલાઇ (ઉ.વ. ૨૬), હિરનમોયકુમાર અજોયકરક (ઉ.વ. ૨૮):, બાપનમન્ના સીધામન્ના (ઉ.વ. ૪૦), ચાંદકુમાર અભેરામ દોલાઇ (ઉ.વ. ૨૮), પ્રદિપમન્ના સિધ્‍ધામન્ના (ઉ.વ.૩૭), રાકેશમન્ના ઓસ્‍ટોમન્ના (ઉ.વ. ૩૫) (રહે. બધા બેડીનકા ટાવર પાસે પ્રભાકરભાઇના મકાનમાં) તથા સોમનાથ ભક્‍તો અમરનાથ ભક્‍તો (ઉ.વ. ૩૧, રહે. રાણીમા રૂડીમા મંદિર પાસે, લક્ષ્મણ ચોક, સુજીતભાઇના મકાનમા)નો સમાવેશ થાય છે.

પોલીસને તપાસ દરમિયાન સ્‍થળ પરથી ઓલસીઝન વ્‍હીસ્‍કીના ૧૮૦ એમ.એલ. ના ૩ ચપલા કે જેમાં થોડો થોડો દારૂ હતો તે કિંમત રૂ. ૧૫૦ના કબ્‍જે કર્યા હતાં. આ ઉપરાંત દારૂ પીવા માટે વપરાયેલા ગ્‍લાસ અને નાસ્‍તાની પ્‍લેટોનો સ્‍થળ પર નાશ કરવામાં આવ્‍યો હતો. તમામ સામે ગુનો દાખલ કરી પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. ચાવડાએ કાર્યવાહી કરી હતી.

(2:34 PM IST)