<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

શ્રમ,આરોગ્‍ય,શિક્ષણ અને અધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી રાજકોટથી રામચરિતમાનસ મંદિરની પાવન પદયાત્રા

 

રાજકોટઃ મોરબીરોડ પર રતનપર ખાતે દર્શનીય યાત્રાધામ શ્રીરામચરિતમાનસ મંદિરમાં ભવ્‍ય ફૂલડોલ મહોત્‍સવ અંતર્ગત પૂ.શ્રીહરિચરણદાસજી મહારાજના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ રાજકોટથી રામચરિતમાનસ મંદિરની પદયાત્રા નો પ્રારંભ ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટ-ગીતા મંદિર જંકશન પ્‍લોટ ખાતેથી થયો હતો. સિયારામ મંડળી આયોજિત શ્રમ, આરોગ્‍ય,શિક્ષણ અને અધ્‍યાત્‍મનો સંદેશો ફેલાવતી આ પદયાત્રામાં સમાજના મોટી સંખ્‍યામાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સદ્દગુરુભક્‍તો, દાણાપીઠ, માર્કેટયાર્ડના વ્‍યાપારીશ્રેષ્ઠીઓ, વિવિધ મહિલા મંડળના બહેનો, ભાવિકો, દર્શનાર્થીઓ જોડાયા હતા. જયશ્રીરામના જયઘોષ સાથે ભાવપૂર્ણ પદયાત્રાનો પ્રારંભ થયો હતો.૧૫ વર્ષના વિદ્યાર્થીથી લઈને ૭૫ વર્ષના સીનીયર સિટીઝન્‍સ પદયાત્રામાં જોડાયા હતા. રામમંદિરના અધ્‍યક્ષ શ્રી જયરામદાસજી મહારાજ સ્‍વયં માર્ગમાં પદયાત્રામાં જોડાયા હતા.દરેક પદયાત્રીને આલ્‍ફા જવાહર નવોદય હોસ્‍ટેલ જસદણ તથા અન્‍ય દાતાઓના સહયોગથી  સ્‍મૃતિભેટ આપીને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.પદયાત્રામાં જોડાનાર સર્વે ભાવિકો માટે ચા,કોફી, અલ્‍પાહાર, લીંબુપાણી, ગ્‍લુકોઝ, દૂધકોલ્‍ડડ્રિક, પ્રાથમિક સારવાર વગેરેની ઉચિત વ્‍યવસ્‍થા કરેલ હતી. ગૌરીદડ તથા રામમંદિરે પદયાત્રાનું માથે ઈંઢોણી લીધેલી કુમારિકાઓ દ્વારા સામૈયું થયું હતું.પદયાત્રીઓએ લાવેલ ધ્‍વજાજી રણછોડરાયજીને ચડાવવામાં આવી હતી. આ પદયાત્રીઓએ રામચરિતમાનસમંદિર ખાતે ધર્મસભામાં ભાગ લીધો હતો તથા આરતી,દર્શન,ભોજન મહાપ્રસાદનો લ્‍હાવો લીધો હતો તેમ સિયારામ મંડળીની યાદીમાં જણાવાયું છે.

(3:01 PM IST)