તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th March 2026
સરગમ સંગાથે ક્રિકેટ પ્રેમીઓએ હેમુ ગઢવી હોલમાં માણ્યો વર્લ્ડ કપનો ફાઈનલ
દરેક ચોગ્ગા-છગ્ગાએ ઘંટનાદ અને ડી.જે.ની ધમાલ વચ્ચે મીની સ્ટેડીયમ જેવો માહોલ સર્જાયો

રાજકોટ : એક તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપના ફાઈનલનો ઉત્સાહ ચરમસીમાએ હતો તો બીજી તરફ રાજકોટમાં પણ ક્રિકેટ રસિકોએ સરગમ કલબના સંગાથે હેમુ ગઢવી હોલમાં વિશાળ સ્ક્રીન ઉપર આખો મેચ નિહાળી સ્ટેડીયમ જેવી જ મજા લીધી હતી. આ મેચ નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ત્રિરંગા અને ડી.જે. ના સંગાથે જેમ ચોગ્ગા અને છગ્ગા લાગતા હતા તેમ તેમ ઘંટનાદ થતો હતો અને ડી.જે.ની ધમાલ બોલતી હતી. ૪૫ બાય ૧૪ની એલ.ઈ.ડી. ઉપર આ મેચ નિહાળવો એ મીની સ્ટેડીયમ જેવો અનુભવ કરાવતો હતો. આ મેચ નિહાળવા માટે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ઉદ્યોગપતિ હરેશભાઈ લાખાણી, દુબઈના પીયુષભાઇ પારેખ, તેજસભાઈ ભટ્ટી, મીતેનભાઈ મહેતા, નીલુબેન મહેતા, અલ્કાબેન ધામેલીયા, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ ઉપરાંત સરગમ કલબના કમિટી મેમ્બર્સ અને ક્રિકેટ્પ્રેમીઓ ઉમટી પડયા હતા. ભારત ચેમ્પિયન બનતા ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌને પેંડા ખવડાવી મોઢુ મીઠુ કરાવ્યુ હતું.
(3:03 PM IST)










