<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજકોટ રેન્‍જ આઇજીપી તરીકે ચાર્જ સંભાળતા નિર્લિપ્‍ત રાય

રાજકોટઃ રાજકોટ રેન્‍જમાં નિમણુંક પામનાર આઇજીપી  નિર્લિપ્‍ત રાયએ  બપોરે ચાર્જ સંભાળી લીધો છે. તેમણે ચાર્જ સંભાળતાની સાથે જ એકશનમાં આવી રાજકોટ રેન્‍જના જીલ્લા પોલીસ વડા તથા પોલીસ અધિકારીઓ સાથે મીટીંગનો દોર શરૂ કર્યો છે. મુળ ઉત્તરપ્રદેશના અને ર૦૧૦ની બેંચના આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પોલીસ સેવામાં જોડાયા પહેલા ઇન્‍ડીયન રેવન્‍યુ સર્વિસમાં અધિકારી હતા. એ પહેલા  તેઓ દિલ્‍હીની યુનિવર્સિટીમાં પ્રાધ્‍યાપક હતા. આઇપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયા પછી તેઓની પ્રથમ નિમણુંક હિંમતનગરમાં થઇ હતી. ત્‍યાર બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચમાં આસી. પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્‍યા હતા. ત્‍યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં અને ત્‍યાર બાદ અમરેલી એસપી તરીકે પ્રશંસનીય ફરજ બજાવી હતી.  સ્‍ટેટ મોનીટરીંગ સેલમાં જ તેમને ડીઆઇજી તરીકે પ્રમોશન મળ્‍યું હતું અને ત્‍યાંથી રાજકોટ રેન્‍જમાં ડીઆઇજીપી તરીકે નિમણુંક થઇ હતી.   રાજકોટ રેન્‍જ હેઠળ રાજકોટ ગ્રામ્‍ય, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્‍દ્રનગર એમ પાંચ જિલ્લાઓની કાયદો અને વ્‍યવસ્‍થાની જવાબદારી ડીઆઇજી નિર્લિપ્ત રાયના શિરે રહેશે. નિર્લિપ્ત રાય પોતાની કડક છબી અને પ્રામાણિકતા માટે જાણીતા છે. જામટાવર પાસે આવેલી કચેરી ખાતે શ્રી રાયએ ચાર્જ સંભાળ્‍યો હતો. અહિ ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. રૂરલ એસપીશ્રી વિજયસિંહ ગુર્જર સહિતની ટીમે તેમનું સ્‍વાગત કર્યુ હતું. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:21 PM IST)