તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 9th March 2026
રેમ્યા મોહન મનપાના વહીવટદાર તરીકે સંભવત ગુરૂવારે ચાર્જ સંભાળે તેવી શકયતા
રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર : નવા બોર્ડની રચના ન થાય ત્યાં સુધી નિયુકતી

રાજકોટ, તા. ૯ : રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન ચૂંટાયેલ બોર્ડની મુદત પૂર્ણ થવાના પગલે રાજ્ય સરકારે વહિવટદારની નિમણૂક કરવાની જાહેરાત કરી છે. નવા બોર્ડની રચના થાય ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો વહીવટ હવે વહિવટદારો સંભાળશે. સરકારના નિર્ણય મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં રેમ્યા મોહનને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મુદત પૂર્ણ થયા બાદ નવા બોર્ડની રચના ન થાય ત્યાં સુધી નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો મહાનગરપાલિકાના વહીવટ અને દૈનિક કામગીરી સંભાળશે. રાજકોટ મહાનગરપાલિકાના વહિવટદાર તરીકે રેમ્યા મોહન સંભવતઃ ગુરુવારે ચાર્જ સંભાળે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
મહાનગરપાલિકામાં પ્રથમ વખત વર્ષ ૧૯૭૪માં વહિવટદારની નિમણૂક કરવામાં આવી હતી. તે સમયે પ્રથમ વહિવટદાર તરીકે એન.એમ. બીજલાણીની નિમણૂક કરવામાં આવી હતી અને તેઓ આશરે ૯ મહિના સુધી પદ પર રહ્યા હતા. ત્યારબાદ સમયાંતરે વિવિધ પરિસ્થિતિઓમાં મહાનગરપાલિકામાં વહિવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું હતું.
આ ઇતિહાસમાં સૌથી લાંબો સમય ૧૯૭૪માં ૨૩ મહિના સુધી વહિવટદાર શાસન ચાલ્યું હતું, જ્યારે ૧૯૯૩માં પણ લગભગ ૨૦ મહિના સુધી વહિવટદાર શાસન રહ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં પણ અલગ-અલગ સમયગાળામાં થોડા મહિના માટે વહિવટદારો દ્વારા મહાનગરપાલિકાનો વહીવટ સંભાળવામાં આવ્યો હતો.
(3:24 PM IST)










