તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Monday, 9th March 2026
રાજકોટમાં સુરજદાદા કોપાયમાનઃ બપોરે ૨:૩૦ વાગ્યે ૪૦.૨ ડીગ્રી તાપમાન

રાજકોટઃ અત્યારે ચૈતર મહિનો બેઠો નથી ત્યાં તો રાજકોટમાં સૂરજદાદાએ પોતાનું અસલ રૂપ દેખાડવાનું ચાલુ કરી દીધું છે. આજે બપોરે અઢી વાગ્યાના ટાણે ગરમીનો પારો ૪૦.૨ ડિગ્રીએ પહોંચી ગયો હતો. રસ્તાઓ ઉપર જાણે લૂ ફૂંકાતી હોય એવું વાતાવરણ સર્જાયું છે. રાજકોટીયાઓ જે બપોરે આરામ કરવા ટેવાયેલા છે, ત્યારે લોકોએ પંખા અને એસી નો સહારો લેવો પડયો હતો. બજારમાં પણ માણસોની અવર-જવર ઓછી જોવા મળી રહી છે, આ આકરો તડકો ચામડી બાળી નાખે એવો છે. જો અત્યારથી આ હાલત હોય, તો આવનારા દિવસોમાં શું થશે એ વિચારીને જ લોકોમાં ફફડાટ પેસી ગયો છે.
(3:24 PM IST)










